સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકા ના જાદર પોલીસ સ્ટેશન ની સુંદર કામગીરી

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકા ના જાદર પોલીસ સ્ટેશન ની સુંદર કામગીરી
ગુજરાત ભરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ ની સોશિયલ મીડિયા અને આમ જનતા દ્વારા ઠેકડી ઉડાડી રહી છે ત્યારે માનવતા મહેક આવે તેવું કાર્ય જાદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એન .સી ગોહિલ સાહેબ અનેહેડ કોસ્ટેબલ હિતેશભાઈ પોલીસ સ્ટેશન સ્ટાફ અને હોમગાર્ડ સ્ટાફ દ્વારા અંબાજી જતા પદયાત્રી ઓને રાત્રિના સમયમાં અકસ્માત નો ભોગ ન બને માટે રેડિયમ સ્ટીકર લગાડી તેઓને ટ્રાફિક ના નિયમો સમજાવતા નજરે પડ્યા હતા.
પોલીસ ડિપાર્ટમેન્ટ લોકોની જાનમાલ અને જાહેર જીવનમાં લોકોની જીવન ની રક્ષા કરવા માટે અગ્રેસર હોય છે. નેગેટિવ પાછા તો દરેક વ્યક્તિ જોવે છે પણ પોઝિટિવ કામગીરી કોઈ બિરદાવતું નથી. જાદર પોલીસ સ્ટેશનની કામગીરીને અને પીએસઆઇ ગોહિલ સાહેબ અને હિતેશભાઈ હેડ કોન્સ્ટેબલ અને અન્ય પોલીસ સ્ટેશન સ્ટાફ ની કામગીરી સમગ્ર ઇડર પંથકમાં લોકો વખાણી રહ્યા છે



