BHARUCHBHARUCH CITY / TALUKO
એશિયન પેઇન્ટ કંપનીમાં છેતરપિંડી:ટરપેન્ટાઇન ઓઇલની ચોરીમાં 2 સિક્યુરિટી ગાર્ડ સહિત 4 આરોપી ઝડપાયા

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એશિયન પેઇન્ટ્સ કંપનીમાં રૂ. 92 હજારની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. કંપનીએ મુંબઈની બીપીસીએલ કંપનીમાંથી ટરપેન્ટાઇન ઓઇલ મંગાવ્યું હતું. બે ટ્રક દ્વારા આ માલ લાવવામાં આવ્યો હતો. બંને ટ્રકના ચાલકોએ માર્ગમાં 950 કિલોગ્રામ ટરપેન્ટાઇન ઓઇલ સગેવગે કરી દીધું હતું. આ મામલે કંપનીએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ હાથ ધરતા પ્રથમ બંને ટ્રક ચાલક ચંદન યાદવ અને સુનિલ યાદવને એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આ કૌભાંડમાં સામેલ બે સિક્યુરિટી ગાર્ડ અનુજકુમાર સંતોષકુમાર યાદવ અને આદિત્ય અંજની સિંગની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.



