Rajkot: રાજકોટ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ના રોજ યોજાશે

તા.૨/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
તાલુકા કક્ષાનો કાર્યક્રમ તા. ૨૪મીએ મામલતદાર કચેરીએ યોજાશે
Rajkot: રાજકોટ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્રમ તારીખ ૨૫. સપ્ટેમ્બરનાં રોજ યોજાશે. આ ઉપરાંત તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ સબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે.
જિલ્લા કક્ષા માટે તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં સંબંધિત ખાતા-વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને નાગરિકો ફરિયાદો-પ્રશ્નો મોકલી શકશે.
તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. અરજદારશ્રીઓએ સબંધકર્તા મામલતદારશ્રીને તારીખ ૧૦ સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો મોકલી આપવાનાં રહેશે.
જિલ્લાનો સપ્ટેમ્બર માસનો સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે જિલ્લા કલેક્ટર કચેરી, ત્રીજા માળે સભાખંડમાં યોજાશે. વધુ જાણકારી માટે ફોન નં. ૦૨૮૧ ૨૪૪૭૭૬૬૦થી ૬૪ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.



