GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે અવેરનેસ પોગ્રામ યોજાશે

તા.૨/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર (વેરાવળ) ગામ ખાતે આવેલા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા એપ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન, શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન અને આઇ.ટી.આઇ.ના સહયોગથી તા. ૦૪ સપ્ટેમ્બરને બપોરે ૩.૩૦ કલાકે અવેરનેસ પોગ્રામ યોજવામાં આવશે. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, ટ્રાફિક-સાયબર ક્રાઈમ અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે જાણકારી આપવામાં આવશે.



