GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે બાળકોને ફાયર ટ્રેનીંગ આપવામાં આવી

MORBI:મોરબી ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે બાળકોને ફાયર ટ્રેનીંગ આપવામાં આવી

 

 

મોરબી શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે બાળકોને આગ લાગે તેવી પરિસ્થિતિમાં શું કરવું તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી.

મોરબી મહાનગરપાલિકા ના ફાયર વિભાગના અધિકારીઓ સ્કૂલ ખાતે બાળકોને આગ લાગે તેવા સંજોગોમાં શું કરવું તે અંગે ટ્રેનિંગ આપવા માટે ડો.બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે પધારેલ, અધિકારી દ્વારા સૌ પ્રથમ બાળકોને આગ કોઈપણ જગ્યાએ ન લાગે તે માટે શું કાળજી રાખવી તે જણાવવામાં આવ્યું, ત્યારબાદ જો આગ લાગે તો કયા પ્રકારના સાવચેતીના પગલાં લેવા પ્રથમ અને ત્યારબાદ આગ ઓલવવા માટે કયા પ્રકારના સાધનો વાપરવા તેની વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી. ત્યાર બાદ શિક્ષક ગણ અને બાળકો પાસે આગ ઓલવવાની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી.

આ ટ્રેનિંગ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના વહીવટદાર કે.આર.ચાવડા સહિત ટ્રસ્ટના સભ્યો તેમજ તમામ શિક્ષણ ગણ ઉપસ્થિત રહેલ.

Back to top button
error: Content is protected !!