HIMATNAGARPRANTIJSABARKANTHATALOD

તા ૨/૯/૨૦૨૫ નેં મંગળવારે સવારે આઠ વાગ્યે તલોદ તાલુકાના વાવ ગામે થીં અંબાજી પગપાળા સંઘ નિકળેલ છે

અહેવાલ:-  પ્રતિક ભોઈ

આજરોજ તા ૨/૯/૨૦૨૫ નેં મંગળવારે સવારે આઠ વાગ્યે તલોદ તાલુકાના વાવ ગામે થીં અંબાજી પગપાળા સંઘ નિકળેલ છે દર વર્ષે ની જેમ વાવ ગામે થીં અંબાજી પગપાળા સંઘ ચાલુ વર્ષે ૩૯ મા વર્ષે દરેક સમાજના નવ યુવાન મિત્રો આશરે ૭૫ ની સંખ્યા માં નિકળેલ છે અને પ્રથમ રાત્રી રોકાણ હિંમતનગર ઉમા વિધાલય ખાતે, બીજા દિવસે વડાલી માર્કેટ યાર્ડમાં, ત્રીજા દિવસે ખેરોજ આશ્રમ શાળા માં અને છેલ્લા ચોથા દિવસે અર્બુદા ચૌધરી સમાજભવન પહોંચી રાત્રી રોકાણ કરી પાંચમા દિવસે જગત જનની માં અંબા ના દશૅન કરીને,શીશ નમાવી માં અંબાજી નેં નવરાત્રી મહોત્સવ દરમિયાન વાવ ગામે પધારવા હાર્દિક નિમંત્રણ આપી વિનંતી કરી કાલા વાલા કરી ગબ્બર પર્વત ઉપર બિરાજમાન જગત જનની માં અંબાજી ના પટાંગણમાં રાસ ગરબા ની રમઝટ બોલાવી ધન્યતા અનુભવશે અને આ રીતે છેલ્લા ૩૯ વર્ષ થી આ પગપાળા સંઘ વિના નિવિઘ્ને ક્ષેમકુશળ પરત આવી જાય છે
આ સંઘ માં બે ટાઈમ જમવાનું અને સવારે ચા નાસ્તો આપવામાં આવે છે

Back to top button
error: Content is protected !!