HIMATNAGARPRANTIJSABARKANTHATALOD
સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ભારતીય કિસાન સંઘના કાયૅકતાઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
અહેવાલ:- પ્રતિક ભોઈ
તા૧/૯/૨૦૨૫ નેં સોમવાર થી આજરોજ તા ૩/૯/૨૦૨૫ નેં બુધવારે સવારે સાડા બાર વાગ્યા સુધીમાં તલોદ તાલુકામાં અને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ખરીફ સીઝનમાં વાવેતર કરેલ કપાસ, મગફળી,અડદ, સોયાબીન,મગ, ડાંગર, બાજરી જેવા પાકની ઊપજ પરિપક્વ અવસ્થામાં છે ત્યારે સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તા ૧/૯/૨૦૨૫ થી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે પરંતુ આજે ત્રણ દિવસથી પોટૅલ ઉપર એરર આવતી હોય છે તો આ બાબતે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ભારતીય કિસાન સંઘના કાયૅકતાઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે આ બાબતે યોગ્ય ઘટતું કરીને જગતના તાત નેં ન્યાય આપવામાં આવે તેવી લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી છે