જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
મહીસાગર જિલ્લામાં 'આદિ કર્મયોગી' અભિયાનનો પ્રારંભ: 189 ગામોના આદિવાસીઓમાં નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનો લક્ષ્યાંક

મહીસાગર જિલ્લામાં ‘આદિ કર્મયોગી’ અભિયાનનો પ્રારંભ: 189 ગામોના આદિવાસીઓમાં નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનો લક્ષ્યાંક
****
જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
*****
અમીન કોઠારી મહિસગાર
આદિ કર્મયોગી થકી દેશ ભરમાં 20 લાખ આદિવાસી પરિવર્તન કેડર વિક્સવવાના લક્ષ્યાંકને પહોંચી વળવા મહીસાગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પત્રકાર પરિષદમાં યુવરાજ સિદ્ધાર્થએ જણાવ્યું હતું કે, આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે આ અભિયાનનો ઉદ્દેશ ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે જે સેવા સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે આ અભિયાનમાં પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM. JANMAN) અને ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન(DA IGUA) ના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે આ અભિયાન આદિજાતિ મંત્રાલય (MOTA) દ્વારા સંચાલિત છે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશભરના આદિવાસીઓ સાથે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના ૪ તાલુકાઓના ૧૮૯ ગામડાંઓમાં વસતા આદિજાતિના લોકોમાં ક્ષમતા નિર્માણ કરી તેમને શિક્ષણ-આરોગ્ય-પોષણ-આજીવિકા-પાણીના પ્રશ્નો વિશે જાગૃત કરી તેમનામાં નેતૃત્ત્વ કૌશલ્ય વિકસાવવા માટે આ અભિયાન અંતર્ગત જિલ્લામાં આદિજાતિ વિકાસ સાથે જોડાયેલા ગુજરાત સરકારના તમામ વિભાગના જિલ્લા અધિકારીઓ સાથે તા.૦૨ સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો આદિ કર્મયોગી-રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ-વર્કશોપ યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં આદિજાતિના લોકોને શાસન વ્યવસ્થા પ્રત્યે કઈ રીતે જોડી રિસ્પોન્સિલ બનાવવા તે અંગે સમજણ આપવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં એક તાલીમ પ્રોગામ-રિજનલ પ્રોસેસ લેબ તરીકે પૂણેમાં યોજાયો હતો, જેમાં રાજ્યના ૮ જેટલા અધિકારીઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ એક તાલીમ પ્રોગામ સ્ટેટ પ્રોસેસ લેબ તરીકે તા. ૨૪ થી ૨૮ ઑગસ્ટ દરમિયાન અમદાવાદમાં યોજાયો હતો જેમાં મહીસાગર જિલ્લાના ૭ જિલ્લા માસ્ટર ટ્રેનર એ ભાગ લીધો હતો હવે, તે મુજબ જિલ્લા પ્રોસેસ લેબનું આયોજન ૨ થી ૪ સપ્ટેમ્બર દરમિયાન મહીસાગર જિલ્લામાં પારિજાત હોટેલ લુણાવાડા ખાતે ચાલી રહ્યું છે. જેમાં ૪ તાલુકાના અલગ અલગ વિભાગોના નિયુક્ત થયેલ ૨૮ જેટલા માસ્ટર ટ્રેનર હાજર રહી તાલીમ મેળવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આદિ કર્મ યોગી અભિયાન વિજન 2030 અંતર્ગત વર્ષ 2030 સુધીમાં તમામ વિભાગની યોજનાઓનું કનવર્જન કરી ગ્રામ્ય સ્તરે તમામ યોજનાઓનો લાભ છેવડાના નાગરિક સુધી પહોંચાડવાનો છે જેના ભાગરૂપે જિલ્લા માસ્ટર ટ્રેનર બ્લોક માસ્ટર ટ્રેનરને તાલીમ આપસે ત્યારબાદ બ્લોક માસ્ટર ટ્રેનર ૧૮૯ ગામોમાં જઈને આદિ સહાયકો તેમજ આદિ સાથીઓ સાથે મળીને વિલેજ એક્શન પ્લાન તૈયાર કરશે.
આ પત્રકાર પરિષદમાં સહાયક માહિતી નિયામકશ્રી હરીશ પરમાર સહિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા




