GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં ગણેશ મહોત્સવની અનોખી થીમ: લુણાવાડામાં ‘ઓપરેશન સિંદૂર’ પંડાલ બન્યું આકર્ષણનું કેન્દ્ર

♦મહીસાગર જિલ્લામાં ગણેશ મહોત્સવની અનોખી થીમ: લુણાવાડામાં ‘ઓપરેશન સિંદૂર’ પંડાલ બન્યું આકર્ષણનું કેન્દ્ર
*****

 

અમીન કોઠારી મહીસાગર…

લુણાવાડાના શ્રી રાણા ગણેશ યુવક મંડળે ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર બનાવેલ પંડાલ દેશભક્તિનો સંદેશ આપ્યો
*****

મહીસાગર જિલ્લામાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ તહેવાર દરમિયાન વિવિધ ગ્રુપો અને મંડળો દ્વારા અવનવી થીમ પર પંડાલ સજાવવામાં આવે છે, જે ભક્તો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે, લુણાવાડાના પીપળી બજાર ખાતે આવેલા શ્રી રાણા ગણેશ યુવક મંડળે એક એવી થીમ પર પંડાલ બનાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી છે.

સામાન્ય રીતે, ગણેશ પંડાલમાં ધાર્મિક, પૌરાણિક કથાઓ કે સામાજિક સંદેશાઓ પર આધારિત થીમ જોવા મળે છે. પરંતુ આ મંડળે આ વખતે કંઈક અલગ અને પ્રેરણાદાયક કરવાનો નિર્ણય લીધો. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર આધારિત પંડાલ બનાવ્યો છે, જે ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

‘ઓપરેશન સિંદૂર’ એ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સામે હાથ ધરવામાં આવેલ એક વાસ્તવિક ઓપરેશન હતું. આ ઓપરેશનનો મુખ્ય હેતુ ભારતીય સરહદોની સુરક્ષા કરવાનો અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપવાનો હતો. આ થીમ દ્વારા, શ્રી રાણા ગણેશ યુવક મંડળે માત્ર ગણેશજીની ભક્તિ જ નહીં, પરંતુ દેશભક્તિનો સંદેશ પણ ફેલાવ્યો છે.
પંડાલમાં ભારતીય સેનાના જવાનોની બહાદુરી, દેશ માટે તેમનું સમર્પણ, અને સરહદ પરની તેમની કઠિન પરિસ્થિતિઓનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ભારતીય સેનાની જવાનોના પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે, જે વાસ્તવિક યુદ્ધના મેદાનનો અનુભવ કરાવે છે. પંડાલની અંદર સૈનિકોના યુનિફોર્મ, તેમના શસ્ત્રો અને યુદ્ધની રણનીતિઓ પણ દર્શાવવામાં આવી છે. આ પ્રદર્શન દેશના સૈનિકોની અડગતા અને બલિદાનની ગાથા રજૂ કરે છે.

શ્રી રાણા ગણેશ યુવક મંડળના સદસ્યએ જણાવ્યું હતું કે, અમારા મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષથી દર વર્ષે ધામધૂમપૂર્વક ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે. આ વર્ષે, મંડળ દ્વારા ‘ઓપરેશન સિંદુર’ની દેશભક્તિ થીમ પર એક અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ લાઇવ શોમાં ઇન્ડિયન આર્મડ ફોર્સ દ્વારા કરાયેલા ઓપરેશનને દર્શાવવામાં આવ્યું છે, જેમાં પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોની હત્યા, ભારતીય સેનાના યુદ્ધકક્ષ (વોરરૂમ)નું સંકલન, અને પાકિસ્તાનના ટ્રેનિંગ સેન્ટર્સ પર મિસાઈલ હુમલાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગણપતિ મહોત્સવ જેવા પવિત્ર પ્રસંગ દ્વારા સમાજમાં એકતા અને દેશભક્તિની ભાવના જગાડવાનો છે, જેથી દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ વધુ મજબૂત બને.

Back to top button
error: Content is protected !!