GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહારાણીશ્રી નંદકુવરબા આશ્રય ગૃહ ખાતે આજે અગિયારસના શુભ દિવસે છપન ભોગનો મહાપ્રસાદ ગણપતિ દાદા ને અર્પણ કરાશે
MORBI:મોરબી મહારાણીશ્રી નંદકુવરબા આશ્રય ગૃહ ખાતે આજે અગિયારસના શુભ દિવસે છપન ભોગનો મહાપ્રસાદ ગણપતિ દાદા ને અર્પણ કરાશે
શહેરી ઘર વિહોણા અને નિરાધાર લોકો માટે મોરબી મહાનગરપાલિકા ના મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહ શ્રીમાનનીય કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે (IAS) સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ અને યુ .સી ડી. શાખા ના માધ્યમથી શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત છે. આશ્રય ગૃહ ખાતે શ્રી ગણેશ ઉત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ,આજે અગિયારસના શુભ દિવસે છપન ભોગનો મહાપ્રસાદ શ્રી ગણપતિ દાદા ને અર્પણ કરવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે ,તો મોરબીના ધર્મપ્રેમી ભાઈ બહેનોને હાજર રહી દર્શન નો લાભ લેવા જાહેર આમંત્રણ છે.
શુભ સ્થળ :મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહ રેલવે સ્ટેશન પાસે, સ્ટેશન રોડ મોરબી- 1
સમય :સાંજે 5 થી રાત્રીના 10.