
સાગબારા થાંભલે બાંધી યુવકને માર મારવાનો મામલે ત્રણ મહિલા અને એક યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાય
તાહિર મેમણ – ડેડીયાપાડા – 03/09/2025 – નર્મદા જિલ્લાના સેલંબા ગામમાં PM આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર યુવક પર હુમલો થયો હતો. સેલંબા ગામના 37 વર્ષીય દીપક તુકારામ કોળીએ જિલ્લા વહીવટી તંત્રને યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની લેખિત રજૂઆત કરી હતી. આ યુવકને થાંભલે બાંધીને મહિલાના ટોળા દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મામલે સાગબારા પોલીસે ત્રણ મહિલા અને એક યુવક સામે પોલીસ ફરિયાદ નોંધી છે. માર મારવાની આ સમગ્ર ઘટના 28 ઓગસ્ટે બની હતી.
સાગબારા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગ્રામ પંચાયતના મહિલા સભ્ય વિશાખાબેન તડવી અને કંચનબેન તડવી સહિતની મહિલાઓએ દીપક પાસે આવી આવાસો કેન્સલ કરાવવા અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેઓએ દીપકને સુભાષ વસાવાના ઘર નજીક થાંભલે બાંધી દીધો હતો. દિવ્યેશ તડવી અને હંસાબેન તડવી સહિતના લોકોએ તેને માર માર્યો હતો.



