BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી વિનય વિદ્યામંદિરમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યા મંદિરમાં પણ શિક્ષકદિનનું આયોજન કરવામાં આવ્યું

કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી વિનય વિદ્યામંદિરમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ..

સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે,અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ ના રોજતામિલ નાડુનાં ચેન્નઈમા એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેમના જન્મ દિવસની ઉજવણી સમગ્ર ભારતભરમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યા મંદિરમાં પણ શિક્ષકદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધો.- ૧૨ કોમર્સની વિદ્યાર્થીની સાધુ માહી નરેશભાઈ એ શાળા ના આચાર્યની જ્યારે શાળાના સુપરવાઈઝર તરીકે ધો. ૧૨ ની જયશ્રી આર.ઠાકોર,ધો -૧૨ નિધિ એમ.ચૌધરી અને કે.જી. બી.વી.મા રહી આ શાળામા ધો.-૧૧ મા અભ્યાસ કરતી કબડ્ડીની સર્વ શ્રેષ્ઠ ખેલાડી રૂવેલ ગામની ધરતી પ્રવીણભાઈ પ્રજાપતિએ સુંદર કામગીરી કરી હતી.શાળાના ટોટલ ૭૦ થી વધુ વિદ્યાર્થી ભાઈ -બહેનોએ એક દિવસના શિક્ષક બની શિક્ષક તરીકેની ફરજ બજાવી હતી. શાળામાં ૬ તાસનું શૈક્ષણિક કાર્ય અને છેલ્લા ૨ તાસ સમૂહકાર્યમાં એક દિવસના શિક્ષક બનેલા વિદ્યાર્થી ભાઈ -બહેનોમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ ૩ નંબરે આવેલ વિધાર્થીઓને આચાર્ય હરેશભાઈ ચૌધરી સહીત શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય સહીત શિક્ષક મિત્રોએ ખૂબજ સુંદર કામગીરી કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!