BANASKANTHAGUJARAT

સરકારી કોલેજ સમીમાં પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરાવવામાં આવ્યું

કોમર્સ વિભાગ અધ્યક્ષ ડૉ. આરતી પ્રજાપતિ અને પ્રો.દીપિકા પ્રજાપતિ પેનલમાં નિષ્ણાત તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારી કોલેજ સમીમાં પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરાવવામાં આવ્યું

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ સમી જિ.પાટણ ખાતે પ્લેસમેન્ટ સેલ અંતર્ગત ઓગસ્ટ સપ્ટેમ્બર પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆતમાં કૉલેજના અંગ્રેજી વિભાગનાં પ્રાધ્યાપક ડૉ. ચેતન પ્રજાપતિએ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ઇન્ટરવ્યૂનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ માં ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે ચર્ચા કરી હતી.આજ રોજ યોજાયેલ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં મેડિસન ઈલેક્ટ્રિકલ પાટણનાં પ્રતિનિધિ તરીકે બકુલભાઈ રાઠોડ ઉપસ્થિત રહયા હતા.આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં કૉલેજના ૨૨ વિદ્યાર્થીઓએ કંપનીના પ્રતિનિધિ સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી બે ઉમેદવારોની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે પસંદગી કરવામાં આવેલ.

કૉલેજ ખાતે યોજાયેલ ઇન્ટરવ્યૂ બે પેનલમાં વહેંચાયા હતા જેમાં મેડિસન ઇલેક્ટ્રિકલનાં પ્રતિનિધિ બકુલભાઈ રાઠોડ, ઉદિશા પ્લેસમેન્ટ કન્વિનર પ્રો.વિજય જોષી, કૉલેજના ઈતિહાસ વિભાગના પ્રાધ્યાપકો પ્રો. સંજય પટેલ અને પ્રો.જેવત ચૌધરી અને કોમર્સ વિભાગ અધ્યક્ષ ડૉ. આરતી પ્રજાપતિ અને પ્રો.દીપિકા પ્રજાપતિ પેનલમાં નિષ્ણાત તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

પ્લેસમેન્ટ ડ્રાઈવનું સફળ આયોજન ઉદિશા પ્લેસમેન્ટ કન્વિનર પ્રો. વિજય જોષી તેમજ કૉલેજના તમામ ટીચીંગ અને નોન-ટીચીંગ સ્ટાફ મિત્રોના સહકાર થકી કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદ સાહેબનાં પ્રેરક માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530

Back to top button
error: Content is protected !!