હાલોલ:નમો કે નામ રક્તદાન કાર્યક્રમ ના આયોજકન અંગે હાલોલ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૯.૨૦૨૫
દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 75 માં જન્મદિવસની ઉજવણી નિમિતે ગુજરાત રાજયના તમામ કર્મચારી મંડળો દ્વારા આયોજીત “ નમો કે નામ રક્તદાન ” કાર્યક્રમ ના આયોજકન અંગે આજ રોજ તાલુકા પંચાયત, હાલોલ ખાતે ધરસભ્ય જયદ્રથસિંહજી પરમાર ની આગેવાની માં વિવિધ કર્મચારી મંડળો તેમજ વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંગઠનનો ની એક બેઠક યોજવામાં આવી હતી.બેઠક માં આ કાર્યક્રમ ના આયોજન ની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી, હાલોલ વિધાનસભા વિસ્તાર માં કુલ ચાર સેન્ટરો ઉપર રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે, નગરની વીએમ સ્કૂલ, પાવાગઢ માધ્યમિક શાળા, જંબુઘોડામાં ધી સેકન્ડરી સ્કૂલ અને ઘોઘંબામાં વરિયા હાઇસ્કુલ ખાતે ‘નમો કે નામ રક્તદાન’ કેમ્પો યોજવામાં આવનાર છે.16 મી સપ્ટેમ્બર ના રોજ સવારે 8 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે જેમાં 1,500 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં કુલ 9 સેન્ટરો પર આ કાર્યક્રમનું આયોજન છે અને 5000 યુનિટ રક્ત એકત્ર કરવાનું લક્ષ રાખવામાં આવ્યું છે.દરેક સેન્ટર ઉપર બે મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ સહિત 10 જેટલા આરોગ્ય કર્મીઓ હાજર રહેનાર છે તેમજ દરેક સેન્ટર ઉપર એક 108 એમ્બ્યુલન્સ પણ હાજર રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન કરનાર તમામ દાતાઓને પંચમહાલ ડેરીના ચેરમેન અને શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ તરફથી પંચમહાલ ડેરીનું ફ્લેવર દૂધ આપવાનો તેમજ રાજ્યસભાના સાંસદ જશુભાઈ તરફથી તમામ રક્તદાતાઓને બિસ્કીટ આપવાનો સહકાર મળશે તો પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ સેન્ટરો ઉપર જે કર્મચારીઓ હાજર રહેશે તેમની જમવાની વ્યવસ્થા તેમજ મંડપ વગેરેની વ્યવસ્થા ના આયોજન માટે મયંક દેસાઈ તરફ થી સહકાર આપવામાં આવનાર હોવાનું પણ આયોજન અંગે ની બેઠક માં જણાવવામાં આવ્યું છે.જિલ્લામાં આ રક્તદાન કેમ્પો ગોધરા રેડ ક્રોસ સોસાયટી સાથે મળી કરવાનું આયોજન છે, ત્યારે દાતાઓ તરફ થી રક્ત મેળવવામાં ઇન્દુ બ્લડ બેન્ક માં સરળતા રહેતી હોવાની રજૂઆતો હોવાથી દાતાઓ ના સૂચનો ધ્યાને લેવા અને જે સ્થળે કેમ્પ યોજાય ત્યાંના દાતાઓ અને આયોજકો ના સૂચનો પણ ધ્યાને લેવાય અને સાથે વિધાનસભા બેઠકમાં જો સેન્ટરો વધારવાની જરૂરિયાત હોય તો તે અંગે તેમજ એક સેન્ટર માં 500 દાતાઓ ના ટાર્ગેટ માટે સ્ટાફ વિગેરે બાબતો અંગે ધારાસભ્ય એ ચર્ચાઓ કરી હતી.







