DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

તા.૦૪.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લામાં આરોગ્ય સેવાઓના પ્રદાન, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની અમલવારી અને ચકાસણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં જિલ્લામાં આરોગ્ય સેવાઓના પ્રદાન, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની અમલવારી અને ચકાસણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે વિવિધ આરોગ્ય કાર્યક્રમોની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી અને જે કેન્દ્રો દ્વારા યોગ્ય કામગીરી થતી નથી, તેને સુધારવા માટે સૂચનાઓ આપવામાં આવી.આ દરમ્યાન રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (NTEP) હેઠળ ચાલતી 100 દિવસીય ખાસ ઝુંબેશ અંતર્ગત વનરેબલ પોપ્યુલેશનની સ્ક્રીનિંગ, ફોલોઅપ, હાઇ રિસ્ક ટીબીના દર્દીઓ તેમજ ટી.બી.ના દર્દીઓની નોંધણી તેમજ “104 સમીક્ષા કેન્દ્ર” વિશે માહિતી આપવામાં આવી હતી. નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NVBDCP) અંતર્ગત મેલેરીયા, ડેન્ગ્યુ તેમજ પોરાનાશક કામગીરી તેમજ કુવા ક્લોરીનેશન અંગે આયોજન અને અમલની સમીક્ષા કરાવામાં આવી હતી.ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) અંતર્ગત હાઉસ-ટુ-હાઉસ સર્વે અંગેના વિસ્તૃત આયોજન પર પણ ચર્ચા થઈ. કુટુંબ કલ્યાણ કાર્યક્રમ (FAMILY WELFARE) QAMO ડૉ. રાકેશ વોહનિયા દ્વારા બે બાળકોના ઓપરેશન સંબંધિત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી. કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની (PHC) કામગીરી નબળી હોવાનું જણાવી, કામમાં સુધારાની તાકીદ કરવામાં આવી નોન કોમ્યુનિકેબલ ડીસીઝ (NCD) ADHO ડૉ. ગિરવર બારીયાએ NCD કાર્યક્રમ હેઠળ નોંધણી અને સેવાઓની કામગીરી વસ્તી અનુસાર અત્યંત ઓછી હોવાનું જણાવ્યું. તેમણે જણાવ્યું કે મેડિકલ ઓફિસર અને CHO દ્વારા કામગીરીનું યોગ્ય સમીક્ષણ થતું નથી તેમજ ફોલોઅપ રજીસ્ટરો પણ રાખવામાં આવતા નથી. કામમાં સુધારો ન થાય તો કડક પગલાં લેવાશે તેવી ચેતવણી આપવામાં આવી પ્રજનન અને બાળ આરોગ્ય (RCH) RCHO ડૉ. અશોક ડાભીએ સગર્ભા માતાઓની નોંધણી, તપાસ અને રસીકરણ સંબંધિત કામગીરી અંગે માહિતી આપી. નબળી કામગીરી ધરાવતા આરોગ્ય કેન્દ્રોને યોગ્ય કામગીરી કરવા સૂચના અપાઈ.રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) CDHO ડૉ. ઉદય ટીલાવતે જણાવ્યા મુજબ, મારું સ્વપ્ન સ્વસ્થ શાળા અભિયાન અંતર્ગત દરેક શુક્રવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની શાળાઓમાં કિશોર-કિશોરીઓ માટે કાર્યક્રમો યોજવાના રહેશે. તેમાં સ્વચ્છતા, પોષણ, વ્યસન મુક્તિ, સોશિયલ મીડિયા અને આરોગ્ય શિક્ષણ વિષયક માર્ગદર્શન આપવાનું રહેશે અને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ પણ વિતરણ કરવાની રહેશે.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિસ્તૃત ચર્ચા કર્યા બાદ જરૂરી સૂચનાઓ આપી અને આરોગ્ય સેવાઓમાં વધુ ગુણવત્તા તેમજ અસરકારકતા માટે તજજ્ઞ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી, જીલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસર, જિલ્લા મેલેરીયા અધિકારી RCHO , QAMO, જિલ્લાના તમામ મેડિકલ ઓફિસરઓ, આયુષ ડૉ DPC ટેકો કોઓર્ડિનેટર તેમજ અન્ય આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!