GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આરોગ્ય શાખાના RCH અધિકારી સામે RTI કાયદાના જાણીજોઈને ઉલ્લંઘનનો આક્ષેપ

MORBI:મોરબી આરોગ્ય શાખાના RCH અધિકારી સામે RTI કાયદાના જાણીજોઈને ઉલ્લંઘનનો આક્ષેપ

 

 

 

મોરબી જિલ્લાના RCH અધિકારી ડો. સંજય શાહ વિરુદ્ધ માહિતીના અધિકાર અધિનિયમ, 2005 (RTI Act)ના ઉલ્લંઘનનો આક્ષેપ ઉઠ્યો છે. વ્યવસાયીક આરોગ્ય પર કામ કરતા અરજદાર ચિરાગ એ તા. 01/08/2025ના રોજ એક RTI અરજી દાખલ કરી હતી, જેમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ બાળકોની તબીબી તપાસ સંબંધિત માહિતી માગવામાં આવી હતી.

ડો. સંજય શાહે તા. 30/08/2025ના પત્ર (ક્રમાંક: જિપં/આરોગ્ય/RCH/વશી/1941/25) દ્વારા અરજી દફતરે કરી હતી. પત્રમાં જણાવાયું હતું: “ આપશ્રી દ્વારા 8 (આઠ) મુદ્દાઓમાં અલગ-અલગ પ્રકારની અને વિસ્તૃત માહિતી માગવામાં આવી છે. રાજ્ય મુખ્ય માહિતી કમિશનરશ્રી, ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા તા. 12/03/2025ના હુકમ અનુસાર, પ્રત્યેક કેલેન્ડર વર્ષમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ 12 અરજીઓ કરી શકાશે. આપશ્રીએ આ કેલેન્ડર વર્ષમાં કેટલી અરજીઓ કરી છે તેની બાહેધરી સહી સાથે જોડેલ નથી. વધુમાં, પ્રત્યેક અરજીમાં મહત્તમ 5 (પાંચ) મુદ્દાઓમાં માહિતી માગી શકાય છે. આથી, આપશ્રીની અરજી દફતરે કરવામાં આવે છે .”

અરજદારએ આ પગલાંને RTI કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ગુજરાત માહિતી આયોગે અખબારી યાદી દ્વારા પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે કે આયોગના ચોક્કસ હુકમો ફક્ત સંબંધિત અરજદાર પર જ લાગુ પડે છે અને અન્ય નાગરિકો પર તેની અમલવારિતા બતાવવી ખોટું છે. ભવિષ્યમાં કોઈ પણ અયોગ્ય અથવા ખોટા અર્થઘટન દ્વારા માહિતી ન આપવી કે RTI કાયદાની ઉલ્લંઘના થવા પર, સંબંધિત અધિકારી વિરુદ્ધ જરૂરી કાર્યવાહી સહિતની તમામ કાયદેસર કાર્યવાહી આયોગ દ્વારા કરવાની ફરજ પડશે.

અરજદારે જણાવ્યું કે માળીયા વનાળીયા લાયન્સનગર પ્રાથમિક શાળામાં છેલ્લા 2 (બે) વર્ષથી તબીબી તપાસ થઈ નથી, જેની માહિતી તેમને શાળાના આચાર્ય પાસેથી મૌખિક રીતે મળી હતી. તેઓ માને છે કે આ માહિતી જાણીજોઈને છુપાવવામાં આવી રહી છે.

ચિરાગભાઈએ તા. 04/09/2025ના રોજ ગુજરાત રાજ્ય માહિતી આયોગને ફરીયાદ કરી છે કે, ડો. સંજય શાહ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ ઘટના જાહેર આરોગ્ય અને પારદર્શિતા સંબંધિત ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

RTI અધિનિયમ, 2005, જાહેર સત્તાધિકારીઓને 30 (ત્રીસ) દિવસમાં માહિતી પૂરી પાડવાની જવાબદારી આપે છે, જે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરે છે. ડો. શાહે ગુજરાત રાજ્ય માહિતી આયોગના તા. 12/03/2025ના હુકમનો હવાલો આપીને અરજી રદ કરી, પરંતુ આવા નિયંત્રણો (વર્ષમાં 12 અરજીઓ અને 5 મુદ્દાઓની મર્યાદા) RTI કાયદાની કલમ 7(9) હેઠળ અતિશય અથવા વારંવારની અરજીઓ સિવાય સામાન્ય નાગરિકો પર લાગુ થતા નથી. આ હુકમની સત્તાધિકતા અને લાગુ પડવાની સ્પષ્ટતા માટે વિગતોની જરૂર છે.

ડો. શાહનો બાહેધરીની માગણી અને અરજીનો અસ્વીકાર RTI અધિનિયમના હેતુને અવરોધે છે. વધુમાં, માળીયા વનાળીયા લાયન્સનગર પ્રાથમિક શાળામાં 2 (બે) વર્ષથી તબીબી તપાસ ન થવાનો દાવો, જો સાચો હોય, તો RBSK કાર્યક્રમમાં ગંભીર ખામીઓ સૂચવે છે, જેની તપાસ જરૂરી છે.

અરજદાર એ ગુજરાત રાજ્ય માહિતી આયોગમાં ફરિયાદ કરીને યોગ્ય પગલું ભર્યું છે. આ ઘટના જાહેર આરોગ્ય વ્યવસ્થા અને RTI કાયદાના અમલીકરણ પર પ્રશ્નો ઉભા કરે છે.

 

 

Back to top button
error: Content is protected !!