વિજયનગર પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુન્હામાં સંડોવાયેલ રાજસ્થાન રાજયના આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
અહેવાલ:- પ્રતિક ભોઈ
વિજયનગર પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુન્હામાં સંડોવાયેલ રાજસ્થાન રાજયના આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ IPS સાહેબ શ્રી સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લાના પો.સ્ટે.ના ગુન્હાઓમાં સંડોવાયેલ અને પકડવાના બાકી હોય તેવા સાબરકાંઠા જીલ્લાના તથા ગુજરાત રાજ્યના તથા ગુજરાત રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલમાંથી પેરોલ/ફર્લો રજા ઉપર આવી પરત જેલ ખાતે હાજર નહી થયેલ કેદીઓને પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન અને સુચના આધારે શ્રી એસ.જે.ગોસ્વામી, પો.ઈન્સ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. અમરતભાઈ રબારી તથા અ.હે.કો. પ્રકાશભાઈ રબારી તથા અ.પો.કો.વિજયભાઈ ડામોર વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.
દરમ્યાન ઉપરોકત ટીમના માણસો તા.૦૪/૦૯/૨૦૨૫ ના રોજ વિજયનગર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. અમરતભાઇ મેલાભાઈ નાઓને બાતમી હકિકત મળેલ કે,” વિજયનગર પોલીસ સ્ટેશન સી.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫પર૫૦૨૩૯/૨૦૨પ પ્રોહી ક.૬પએઈ મુજબના કામનો આરોપી વિજયકુમાર પ્રવિણભાઈ વડેરા રહે,પરોસડા તા.વિજયનગર જી.સાબરકાઠાવાળો ઉપરોકત ગુન્હાના કામે અટક કરવાનો બાકી હોઈ અને સદર આરોપી હાલ ઉમિયાનગર ત્રણ રસ્તા તા વિજયનગર ખાતે પકોડીની લારી નજીક ગ્રે કલરની ટી શર્ટ તથા વાદળી કલરનું જીન્સ પહેરી ઉભેલ છે.” જે ચોકકસ અને આધારભુત બાતમી હકીકત અન્વયે બાતમી વાળી જગ્યાએ જતાં સદરી ઇસમ રોડ ની સાઇડમા ઉભો હોય જે ઇસમને પકડી તેને પુછપરછ કરી ખાતરી તપાસ કરતાં સદરી વિજયકુમાર પ્રવિણભાઈ વડેરા રહે પરોસડા તા-વિજયનગર જી- સાબરકાઠાનાનો વિજયનગર પોલીસ સ્ટેશન સી. પાર્ટ ગુ.ર. નં. ૧૧૨૦૯૦૫૫૨૫૦૨૩૯/૨૦૨૫ પ્રોહી ક.કપએઇ મુજબના ગુન્હામાં નાસતા ફરતા હોવાનું જણાઈ આવતાં સદરી નાસતા ફરતા આરોપીને પકડી આગળની ઘટતી કાર્યવાહી સારુ નજીકના વિજયનગર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
આમ, લોકલ કાઈમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા સાબરકાંઠા જીલ્લાના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા રાજ્ય બહાર રાજસ્થાન રાજયના આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.