GUJARATKARJANVADODARA

લાકોદરા શાળા ને મંદિર બનાવનાર આચાર્યશ્રી ગોહિલસાહેબ ની અનોખી સફર

વડોદરાના કરજણ તાલુકાના લાકોદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જયદિપસિંહ ગોહિલે પોતાના કાર્યને માત્ર નોકરી નહિ પરંતુ એક મિશન બનાવી શાળાનું ચિત્ર બદલી નાખ્યું છે.

નરેશપરમાર.કરજણ-

લાકોદરા શાળા ને મંદિર બનાવનાર આચાર્યશ્રી ગોહિલસાહેબ ની અનોખી સફર

વડોદરાના કરજણ તાલુકાના લાકોદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જયદિપસિંહ ગોહિલે પોતાના કાર્યને માત્ર નોકરી નહિ પરંતુ એક મિશન બનાવી શાળાનું ચિત્ર બદલી નાખ્યું છે.

વડોદરાના કરજણ તાલુકાના લાકોદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જયદિપસિંહ ગોહિલે પોતાના કાર્યને માત્ર નોકરી નહિ પરંતુ એક મિશન બનાવી શાળાનું ચિત્ર બદલી નાખ્યું છે. વર્ષ ૨૦૦૦માં શિક્ષક અને વર્ષ ૨૦૧૨થી આચાર્ય તરીકે જોડાયેલા જયદિપસિંહે અપૂરતી પાયાની સુવિધાઓ ધરાવતી શાળાને ગામલોકોના સહકારથી નવજીવન આપ્યું.

આશરે ૧૫૦૦ ટ્રેક્ટર માટી ભરી કેમ્પસ ઊંચું કરાવવું, નવા વર્ગખંડો, સેનિટેશન, કમ્પાઉન્ડ વોલ અને ઉપવન સર્જવું જેવા અનેક કાર્ય કરીને શાળાને બે વખત સ્વચ્છતા એવોર્ડ અપાવ્યો. શિક્ષણના સ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.વાંચન-લેખન-ગણનની કસોટીમાં ૯૨% થી વધુ સફળતા પ્રાપ્ત થઈ છે. વિજ્ઞાન મેળામાં તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શાળાએ સિદ્ધિઓ મેળવી છે. સાથે જ નવોદય, CET, GYANSDHANA અને NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા છે. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા દાખવતા તેમણે શાળાને પ્લાસ્ટિક મુક્ત, વર્મી કમ્પોસ્ટ, રેન વોટર ડાર્વેસ્ટિંગ જેવી પહેલોથી સજ્જ કરી. સાથે સાથે ગામના યુવાનોને વ્યસનમુક્તિ, સહન) ખેતી અને સ્વચ્છતા માટે પ્રેરણા આપી. પોતાની ત્રણેય દીકરીઓને એ જ શાળામાં ભણાવી, શાળા પ્રત્યેનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો. વર્ષ ૨૦૨૫ ના શિક્ષકદિન નિમિત્તે જયદિપસિંહ ગોહિલને શ્રેષ્ઠ શિક્ષક (HTAT શ્રેણી) સન્માન મળવું, તેમના નિષ્ઠાપૂર્વકના યોગદાનને યોગ્ય માન્યતા આપશે. આજે લાકોદરા પ્રાથમિક શાળા માત્ર શિક્ષણનું મંદિર નથી, પરંતુ એક કર્મનિષ્ઠ શિક્ષકની મહેનત, લગન અને સમર્પણનું જીવંત ઉદાડરણ છે

Back to top button
error: Content is protected !!