Rajkot: સરધાર કન્યા શાળાની દિકરીઓ માટે જૈન શ્રેષ્ઠી દ્વારા રૂ.૨.૫૦ લાખનાં દાનની સરવાણી

તા.૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટનાં સરધાર ગામની સરધાર કન્યા તાલુકા શાળાની ૨૩૦થી વધુ વિદ્યાર્થિનીઓ માટે દાતાશ્રીઓએ રૂ.૨.૫૦ લાખની રકમનાં યુનિફોર્મ અને આઈકાર્ડ વિતરણ કર્યાં હતા. શિક્ષકો તેમજ ગ્રામજનોએ આ તકે દાતાશ્રીઓનું સન્માન કર્યું હતું.
પોતાની આવકમાથી અમુક હિસ્સો સમાજનાં હિત માટે વાપરવો એક ઉમદા વિચાર છે. શ્રી હસ્તીમલજી વચ્છરાજજી માવજી બોથરા, જૈન રિલિજિયસ ટ્રસ્ટ- પાલીતાણા તથા જસવીરભાઈ, દિવ્યાંશભાઈ તેમજ પ્રિયાંશભાઈ બોથરાએ શિક્ષણ માટે દાતારી દાખવી છે. દાતાશ્રીઓએ રૂ.૨.૫૦ લાખનાં ખર્ચે વિદ્યાર્થિનીઓને કોટીવાળા યુનિફોર્મ તથા આઈકાર્ડ આપવામા આવ્યા હતા.
દાતાશ્રીઓની દાતારી જોઈને શાળાની વિદ્યાર્થિનીઓએ ખુશી વ્યક્ત કરી હતી. આ તકે સરધાર કન્યા શાળા મુકામે તાલુકા પંચાયત સદસ્ય શ્રી ચેતનભાઈ પાણ, સરપંચ શ્રી પીન્ટુભાઈ ઢાકેચા તથા ગ્રામજનો તેમજ શાળાનાં આચાર્યશ્રી રાકેશભાઈ દવે તથા સરધાર કન્યા શાળા પરિવાર smc સરધાર કન્યા શાળા, સરધાર કન્યા શાળા crc શ્રી ધર્મેશભાઈ રામાણીએ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.



