Rajkot: ખેલ મહાકુંભમાં તા.૨૨ સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરી શકાશે
તા.૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મોબાઇલમાં આંગળીનાં ટેરવે પોતાને ગમતી બે રમતમાં કરો રજિસ્ટ્રેશન
બાળકો, યુવાનો અને સીનિયર સીટીઝન માટે સ્પર્ધાઓમાં કૌવત બતાવવાની ઉમદા તક
Rajkot: રાજ્યના રમતવીરો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા, તે ખેલ મહાકુંભ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા યોજાનારા ખેલ મહાકુંભમાં શાળા કક્ષાથી માંડીને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ખેલ મહાકુંભ માટે તા.૨૨- સપ્ટેમ્બર, સાંજે ૬:૦૦ કલાક સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
ખેલમહાકુંભમાં ભાગ લેવા માટે https://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. અંડર-૯,૧૧,૧૪ અને અંડર-૧૭ વયજૂથમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી જ ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ ઓપન વયજૂથ, એબવ-૪૦ અને એબવ-૬૦ ખેલાડીઓ પોતાની રીતે રજીસ્ટ્રેશન કરી શકશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. એક જ KMK ID થી ખેલાડીએ બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યુ હશે તો જ ખેલાડીનું બે રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે. એક જ KMK ID થી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યુ હશે અને વિજેતા થશે તો જ રોકડ પુરસ્કાર મળવાપાત્ર રહેશે. જે ખેલાડી પાસે જુના KMK ID હોય તેઓએ જુના KMK ID થી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશનની કોઇ પણ સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર.૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે, તેમ જિલ્લા રમત અધિકારી શ્રી વી. પી. જાડેજા નીઅખબારી યાદીમાં જણાવાયું છે.