થરા જુના ગામતળમાં બિરાજમાન શ્રી બહુચર માતાજી ના મંદિરે નવરાત્રી મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું.
થરા જુના ગામતળમાં બિરાજમાન શ્રી બહુચર માતાજી ના મંદિરે નવરાત્રી મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું.
થરા જુના ગામતળમાં બિરાજમાન શ્રી બહુચર માતાજી ના મંદિરે નવરાત્રી મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું.
ભારતીય સંસ્કૃતિમાં માનવ મૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા “જીઓ અને જીવવા દો”ની ભાવના સાથે આરોગ્ય- મનોરંજન-કોમી-એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે. મૃતાત્માને તર્પણ વિધિના શ્રાદ્ધ પર્વ પૂર્ણ થતાં જ માં શક્તિનું પર્વ નવલા નોરતાનો પ્રારંભ થાય છે. નવરાત્રિ એટલે શકિત-ભકિત- આરાધનાનુ પર્વ આ પર્વમાં આસો મહિનામાં માના ગુણગાન ગાવા આજરોજ સંવત ૨૦૮૧ના ભાદરવા સુદ-૧૩ ને શુક્રવાર તા.૦૫/૦૯/૨૦૨૫ ના રોજ સવારે થરા સ્ટેટમાજી હેતકારણસિંહ (લાલભા) વાઘેલા ની ઉપસ્થિતિ માં શાસ્ત્રી હિતેશભાઈ દવે અધગામવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે નવરાત્રી મંડપ બાંધવાનું મુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે બળદેવભાઈ જોષી, શ્રી માઈ મંડળના રાજુભાઈ સોની, પૂજારી સોમભારથી ગૌસ્વામી, દિનેશભાઈ સોની, અલ્પેશભાઈ પ્રજાપતિ,રમેશભાઈ દરજી (આર.કે.) હાજર રહ્યા હતા. આસોસુદ-૧ ને સોમવાર તા.૨૨/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૯ થી ૧૦ કલાકે નવરાત્રી ઘટસ્થાપન કરવામાં આવશે.તો કાંકરેજ તાલુકાની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
નટવર. કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦