MORBI:મોરબી ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર ખાતે ઉડાન – અવકાશની સફર પ્રોગ્રામ નું ની: શુલ્ક આયોજન

MORBI:મોરબી ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર ખાતે ઉડાન – અવકાશની સફર પ્રોગ્રામ નું ની: શુલ્ક આયોજન
શ્રી ટી. ડી. પટેલ સંચાલિત ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા આગામી તારીખ ૭ /૯/ ૨૦૨૫ ને રવિવારે રિસર્ચ સેન્ટર ખાતે ઉડાન – અંતરિક્ષની સફર પ્રોગ્રામ નું આયોજન કરેલ છે જેમાં મોબાઈલ પ્લાનેટેરિયમ દ્વારા અંતરિક્ષની સફર કરાવવામાં આવશે, આ પ્લાનેટેરિયમ માં બાળક પોતે અવકાશ માં ફરતો હોય તેવી તેને અનુભૂતિ થશે..આ પ્લાનેટેરિયમ માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, સોલાર સિસ્ટમ, જંગલ ટૂર વગેરે ની સફર કરાવવામાં આવશે.
આ પ્રોગ્રામમાં દરેક લોકો કે જે અવકાશ વિશે જાણવાની રુચિ ધરાવતા હોય તેવા બાળકો, વાલીશ્રીઓ વગેરે ભાગ લઇ શકશે.કુલ ૨ શો નું આયોજન કરેલ છે જેમાં પહેલો શો સમય ૫ થી ૫:૩૦ અને બીજો શો ૫:૩૦ થી ૬:૦૦ વાગ્યાનો રહેશે….
જે લોકો આ પ્રોગ્રામ માં ભાગ લેવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રી એ નીચે આપેલ નંબર માં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.મો. 79843 78128






