થરાદ 108ની ટીમે ૧ લાખ અને એકતાલીસ હજાર (૧.૪૧) રૂપિયા દર્દીના પરિવાર ને પરત કર્યા

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
દુધવા ગામ પાસે બાઈક ચાલકને અકસ્માત થતાં ગંભીર ઇજા પહોંચી હતીઈમરજન્સી સેવાઓ આપાતકાલીન પરિસ્થિતિમાં અને છેવાડાના વિસ્તારો સુધી પહોંચીને દેવદૂત સમાન અવિરત કામ કરે છે. એવી જ રીતે આજ રોજ થરાદ ૧૦૮ ના સ્ટાફ દ્વારા પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે આજે ૦૩:૨૭ મિનિટે દુધવા ગામ નો અકસ્માત નો કેસ મળ્યો હતો એક ૩૫ વર્ષીય જીવાભાઈ નાગજી પટેલ રહે વાઘાસણ બાઈક ચાલક થરાદ માર્કેટ યાર્ડ થી ઘરે પરત આવી રહ્યા હતાં દુધવા ગામ પાસે બાઈક અને કાર સાથે અકસ્માત સર્જાયો હતો બાઈક અથડાવાથી બાઈક પરથી પડી ગયા હતા અને માથાના ભાગ ઉપર ગંભીર ઈજા થઈ હતી. ત્યારે રાહદારી દ્વારા 108 એમ્બ્યુલન્સને કોલ કરતા તરત જ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અને 108 એમ્બ્યુલન્સ સ્ટાફ માં પેરા મેડિકલ પ્રદીપ હડીયોલ અને પાયલોટ પીરાભાઈ નાઈ ૧૦૮ એમ્બ્યુલન્સ માં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે થરાદ ની જે જે હોસ્પિટલ માં સારવાર અર્થે લઈ ગયા હતા જીવાભાઈ નાગજીભાઈ પટેલ એમની જોડે થી રોક.ડ રકમ ૧.૪૧ લાખ ૧ લાખ અને એકતાલીસ હજાર રૂપિયા અને મોબાઈલ પાકીટ બાઈક ની ચાવી ડોક્યુમેન્ટ એમના ઘરના સંબધી પાતાભાઈ પટેલ રાજકોટ ને આપેલ પરિવારજનો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ ની સેવા અને પ્રમાણિકતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જનતાને સાચા રસ્તે ચાલી ઈમાનદારી દાખવવા જણાવ્યું હતું




