નવસારી જિલ્લામાં તા.૬ સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન પર્વને લઇ શોભાયાત્રા રૂટના માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો ઃ
આગામી તા.૦૬/૦૯/૨૦૨૨ ના રોજ ગણેશ વિસર્જન દરમિયાન નવસારી જિલ્લાના વિસ્તારોના જુદા જુદા સાર્વજનિક મંડળો ઘ્વારા ગણપતિજીની શોભાયાત્રા રૂપે નીકળી જે તે રૂટ ઉપરથી વિસર્જન કરવા માટે નદીના ઓવારા, તળાવ, દરિયા પર જઇ વિસર્જન કરવામાં આવનાર છે. તા૬ સપ્ટેમ્બરના રોજ સવારના ૯-૦૦ કલાકથી ગણપતિ વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી કોઇ વાહન અકસ્માત ન સર્જાય તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં કોઇ અઘટિત ધટના ન સર્જાય અને કાયદો-વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાય તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી યોગરાજસિંહ.બી.ઝાલાએ નવસારી જીલ્લાના રૂટો ઉપર સવારના ૯-૦૦ કલાકથી ગણપતિ વિસર્જન પુર્ણ થાય ત્યાં સુધી મોટા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
• પ્રતિબંધિત માર્ગ વિસર્જન રૂટ પ્રતિબંધિત માર્ગ કાલિયાવાડી નાકા થી ઝવેરી સડક, વિરાવળ નાકા થઇ કસ્બા ત્રણ રસ્તા સુધી, વૈકલ્પિક માર્ગ તરીકે લુન્સીકુઇ ચાર રસ્તાથી દશેરા ટેકરી, કાલિયાવાડી નાકા, ગ્રીડ, ધારાગીરી, ધોળાપીપળા, કસ્બા થઇ સચીન થઇ સુરતના માર્ગના વાહન ચાલકો ઉપયોગ કરી શકશે.
• પ્રતિબંધિત માર્ગ સ્ટેશનથી ફુવારા ગોલવાડ, ટાવર, લાયબ્રેરી થઇ જુનાથાણા માટે વૈકલ્પિક માર્ગ રેલ્વે સ્ટેશનથી સાંઢકૂવા ઢાળ, આશા નગર, દુધિયા તળાવ, ઉસ્માની ચીકન સેન્ટર, સિંધી કેમ્પ સર્કલ થઇ કનૈયાલાલ મુન્સી સર્કલ થી સર્કિટ હાઉસ સર્કલ થઇ એલ.સી.બી. ઓફિસ, ઍસ.ટી.ડેપો સુધીના માર્ગનો વાહનચાલકો ઉપયોગ કરી શકશે.
• પ્રતિબંધિત માર્ગ સુરત મરોલી ચાર રસ્તાથી નવસારી શહેરમાં આવતા વાહનોઍ પ્રતિબંધ માર્ગને વૈકલ્પિક માર્ગ મરોલી ચાર રસ્તાથી કસ્બા થઇ ધોળાપીપળા થઇ ને.હા.નં-૪૮ થઇ ગ્રીડ ચાર રસ્તા થઇ નવસારી શહેરનો ઉપયોગ કરવો.
• પ્રતિબંધિત માર્ગ ગણદેવી ચાર રસ્તા સર્કલ થઇ સરદાર ચોક- બસ સ્ટેન્ડ, રામજી મંદિર, બંધારા વેંગણીયા નદી થઇ બીલીમોરા તરફ જતા વાહનો વૈકલ્પિક માર્ગ ગણદેવી ચાર રસ્તા થી ધનોરી નાકા, સુગર ફેકટરી રોડ થઇ બીલીમોરા તરફ જતો માર્ગનો ઉપયોગ કરવો.
• પ્રતિબંધિત માર્ગ વલોટી બ્રહમદેવ મંદિર થઇ બંધારા વેંગણીયા નદી થઇ રામજી મંદિર, બસ સ્ટેન્ડ, સરદાર ચોક, ગણદેવી ચાર રસ્તા સર્કલ થઇ નવસારી તરફ જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ વલોટી બ્રમહદેવ મંદિરથી ભૈયા ટેકરી, કસ્બા રેલ્વે ફાટક, સુગર ફેકટરી થઇ ધનોરી નાકા થઇ ગણદેવી ચાર રસ્તા સર્કલ થઇ નવસારી તરફ જતા માર્ગનો ઉપયોગ કરવો.
• પ્રતિબંધિત માર્ગ નવસારીથી વિરાવળ પુર્ણા નદી તરફ જતો માર્ગ વૈકલ્પિક માર્ગ જુનાથાણા થી ગ્રીડ થઈ ને.હા.નં- ૪૮ તરફ જતો માર્ગ વાહન ચાલકો ઉપયોગ કરી શકશે.
• પ્રતિબંધિત માર્ગ જલાલપોર ફાટકથી લીમડા ચોક, જલાલપોર તાઈવાડ થઈ સંતોષીમાતાના ઓવાર સુધી વૈકલ્પિક માર્ગ જલાલપોર પોલીસ સ્ટેશનથી મીઠા કુવા, પુણેશ્વર, ઘેલખડી થઈ વિજલપોર ફાટકથી જલાલપોર ફાટક તરફ જતો માર્ગ વાહન ચાલકો ઉપયોગ કરી શકશે.
• પ્રતિબંધિત માર્ગ ગાંધી ફાટક ઑવર બ્રીજ તથા વિજલપોર ફાટકથી એફ ચાર રસ્તો , મટવાડ ગામથી દાંડી કિનારા તરફ જતો રસ્તો વૈકલ્પિક માર્ગ દાંડી આટ ત્રણ રસ્તાથી આટ ગામ, ઍફ ગામ, ભાનુનગર કોલેજ થઇ મંદિર ગામ ગાંધી ફાટક ઓવર બ્રીજ તરફ જતો માર્ગ વાહન ચાલકો ઉપયોગ કરી શકશે.
• પ્રતિબંધિત માર્ગ ગાંધી ફાટક ઑવર બ્રીજ તથા વિજલપોર ફાટકથી એવું ચાર ૨૨તા થઈ એફ ગામ તળાવ તરફ જતો રસ્તો વૈકલ્પિક માર્ગ એરુ ગામ પંચાયતથી ઠાંસાપોર થઈ ગાંધી ફાટક ઓવર બ્રીજ તરફ જતો માર્ગ વાહન ચાલકો ઉપયોગ કરી શકશે.
• પ્રતિબંધિત માર્ગ ગણદેવી ચાર રસ્તા સર્કલ થઈ સરદાર ચોક બસ સ્ટેશન રામજી મંદિર બંધાર વૈગણિયા નદી થઈ બીલીમોરા તરફ જતા વાહનો વૈકલ્પિક માર્ગ ગણદેવી ચાર રસ્તો થઈ ધનોરીનાકા- સુગર ફેકટરી રોડ થઈ બીલીમોરા તરફ જતો માર્ગ વાહન ચાલકો ઉપયોગ કરી શકશે
• પ્રતિબંધિત માર્ગ બીલીમોરા અમલસાડ ત૨ફથી બીલીમોરા શહેરમાં આવતા જતા નાના-મોટા ભારે વાહનો અમલસાડ નાકાથી વૈકલ્પિક માર્ગ ગાયકવાડ મીલ, તલોધ, ચીમોડીયા નાકા, ખાડા માર્કેટ તરફનો રર૨તો વાહન ચાલકો ઉપયોગ કરી શકશે
• પ્રતિબંધિત માર્ગ બીલીમોરા રેલ્વે સ્ટેશનથી બીલીમોરા બંદર તરફ જતા નાના-મોટા ભારે વાહનો વૈકલ્પિક માર્ગ બીલીમોરા સ્ટેશન મરજીદ થઈ, ખાડા માર્કેટ ચિત્રોડીયા નાકા, ગાયકવાડ મીલ, અમલસાડ નાકા, મશાન ભૂમિ તરફનો રસ્તો વાહન ચાલકો ઉપયોગ કરી શકશે
• પ્રતિબંધિત માર્ગ બીલીમોરાથી વાઘરેચ તરફ જતા નાના-મોટા ભારે વાહનો વૈકલ્પિક માર્ગ બીલીમોરા રેલ્વે સ્ટેશનથી દેશરા થઈ ઓરીયા-મૌરીયા, વાઈરેચ ઘાંચીવાડ, કોળીવાડ તરફનો રસ્તો વાહન ચાલકો ઉપયોગ કરી શકશે
• પ્રતિબંધિત માર્ગ વલસાડ ત૨ફથી બીલીમોરા શહેરમાં આવતા નાના-મોટા વાહનો વૈકલ્પિક માર્ગ વાઘરેચ થઇ, કોળીવાડ, ઘાંચીવાડ, ઔરીયા, દેસરા, બીલીમોરા રેલ્વે સ્ટેશન તરફનો રસ્તો વાહન ચાલકો ઉપયોગ કરી શકાશે.
પ્રતિબંધિત માર્ગ ચીખલી ચાર રસ્તો થી બગલા દેવ મંદિર-ચીખલી કાવેરી નદી-શાદકપોર ગોલવાડ થઈ ખેરગામ તરફ જતો વૈકલ્પિક માર્ગ રસ્તો આલીપોર વસુધારા ડેરી થઈ કોલેજ રોડ , રાનકુવા સર્કલ. ખુડવેલ સર્કલ થઈ સાદકપોર ગોલવાડ તરફ જતા રસ્તાનો ઉપયોગ કરી શકશે.
<span;>• પ્રતિબંધિત માર્ગ સાદકપોર ગોલવાડ ત્રણ રસ્તાથી કાવેરીનદી બીજથી બગલા દેવ મંદિરથી ચીખલી ચાર રસ્તા થઈ ખેરગામથી ચીખલી તરફ આવતો રસ્તો વૈકલ્પિક માર્ગ શાદકપોર ગોલવાડથી ખુડવેલ ચાર રસ્તાથી રાનુકવા સર્કલથી ચીખલી કોલેજ સર્કલથી આલીપોર બ્રીજ થઈ ચીખલી ચાર રરતા તરફ આવતા રસ્તાનો ઉપયોગ કરી શકશે.
નવસારીથી સુરત બારડોલી અને મુંબઇ જવા આવવા માટે વાહનચાલકો લુન્સીકુઇથી દશેરા ટેકરી થઇ કાલિયાવાડી નાકા, ગ્રીડ થઇ સુરત/બારડોલી જવા-આવવાનો ઉપયોગ તેમજ બીલીમોરા, ગણદેવી, ચીખલી, વલસાડ, સાપુતારા તેમજ મુંબઇ જતા આવતા વાહનચાલકો તીઘરા નાકા થઇ ઇંટાળવા થઇ ગણેશ સિસોદ્રા થઇ નેશનલ હાઇવે નં-૪૮ નો ઉપયોગ કરી શકાશે.
આ હુકમનો અનાદર કે ભંગ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.




