
રાજુલા શહેરમાં ભવ્ય ઈદ-એ-મિલાદ જુલૂસ યાત્રા યોજાઈ
રાજુલા શહેરમાં દર વર્ષની આ વર્ષે જેમ પણ ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલૂસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ઇસ્લામ ધર્મના પેગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસના પાવન અવસર પર મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.
આ જુલૂસ રાજુલા શહેરની ઐતિહાસિક ગેબનશા પીરની દરગાહથી પ્રારંભ થયો અને તબક્કલનગર સુધી લઈ જવામાં આવેલ આ જુલુસ યાત્રા દરમિયાન ડીજે, ઘોડા, બગી, ફોરવ્હીલ તથા આકર્ષક ફ્લોટ્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સમાજના નાના-મોટા, વૃદ્ધ-યુવાનો સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા ન્યાઝ (પ્રસાદી) વિતરણ માટે ખાસ સ્ટોલ્સ વિવિધ જગ્યા એ જુલુસ ના માર્ગ પર રાખવામાં આવ્યા હતા, જેથી લોકો ભાઈચારા સાથે પ્રસાદીનો લાભ લઈ શકે.
આ જુલુસ માં સંધિ જમાત સિપાઈ જમાત જોખિયા જમાત જાખરા જમાત મુખ્ય સિપાઈ જમાત ખોજા જમાત વ્હોરા જમાત એટલે કે રાજુલા શહેરના તમામ મુસ્લિમ સમુદાય આજે આ ઝુલુસમાં બહોળી સંખ્યામાં હાજરી આપેલી તેમજ સાધુ સંતોએ પણ હાજરી આપી હતી અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સાધુ સંતોનું સન્માન કરવામાં આવેલ આ જુલેસમાં રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા તેમજ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના અનેક મહાનુભાવો આગેવાનોએ હાજરી આપેલી આ તમામનું આગેવાનો નું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવેલું ત્યારે આજના આ કાર્યક્રમમાં રાજુલા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો ત્યારે મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફ ભાઈ જોખિયા દ્વારા પણ રાજુલા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો





