હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલર ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમ તથા ચોરીમા ગયેલ કિ.રૂ.૫૩,૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ

અહેવાલ:- પ્રતિક ભોઈ
હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલર ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમ તથા ચોરીમા ગયેલ કિ.રૂ.૫૩,૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબ IPS તથા શ્રી એ.કે.પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારીશ્રી,હિંમતનગર વિભાગ, હિંમતનગરનાઓએ જીલ્લામાં બનેલ ઘરફોડ ચોરીના અને ડીટેકટ ગુન્હા વધુમાં વધુ શોધી કાઢવા સુંચના કરેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એચ.આર.હેરભા નાઓએ સર્વેલન્સ ટીમના ઇન્ચાર્જશ્રી તથા ટાઉન બીટ ઇન્ચાર્જ પો.સ.ઇ ટી.આઇ.દેસાઈ નાઓને સુંચના કરેલ હોય જે આધારે તેઓએ પોત પોતાના માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવી પોસ્ટેના અને ડીટેક્ટ ગુના શોધી કાઢવા વોચ તપાસમા રહેલજે આધારે આજરોજ ઇદે મિલાદ તહેવારના બંદોબસ્ત/પેટ્રોલીંગ હતા તે દરમ્યાન ટાઉનબીટ પો.સ.ઇ ટી.આઇ.દેસાઇ તથા અ.પો.કો જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈ બ.નં.૮૬૧ નાઓને અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરની ટી શર્ટ તથા પેન્ટ પહેરલ ઇસમ જેને માથે ટકલુ કરાવેલ છે જે ઇસમ પાસે ચોરીનો શંકાસ્પદ સામાન છે અને તે મહેતાપુરાથી આર.ટી.ઓ.સર્કલ બાજુ તેની પાસેનો શંકાસ્પદ સામાન વેચાણ સારૂ આવનાર છે.જે બાતમી હકિકત આધારે પો.સ.ઈ શ્રી ટી.આઇ.દેસાઇ નાઓ ટીમના માણસો તથા સર્વેલન્સ ટીમના માણસો સાથે રહી આર.ટી.ઓ.સર્કલ વોચ તપાસમાં રહેલા તે દરમ્યાન ઉપરોક્ત બાતમી હકિકત વર્ણનવાળો ઇસમ આવતા તેને કોર્ડન કરી પકડી પાડી તેની પાસે એક પ્લાસ્ટીકની થેલીમાં પાનમસાલાના તમાકુના ડબ્બાના બોક્ષ, સીગારેટ વિગેરે સામાનકુલ કિ.રૂ.૧૨,૮૦૦/- મળી આવતા સદરી ઇસમને પોતાનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ અજયસિંહ સહદેવસિંહ ઠાકોર ઉ.વ.૨૨ રહે.નારી કેન્દ્રની સામે ઝુપડામાં પરબડા તા.હિંમતનગર જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવેલ સદરી પાસેના શંકાસ્પદ સામાન વિશે પુછતા આજથી આશરે નવેક દિવસ પહેલા રાત્રી દરમ્યાન વિરપુર ખાતે આવેલ “અરમાન સોપારી શોપ” નામની દુકાનમાંથી ચોરી કરેલાનુ જણાવેલ અને તેમજ સદરીને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રવૃતિ પુર્વક પુછતા આજથી સાડા ત્રણેક મહિના પહેલા આજ “અરમાન સોપાની શોપ” નામની દુકાનમાંથી રૂ.૪૭,૦૦૦/- ચોરી કરેલાની કબુલાત કરેલહોય અને જે આધારે તેના ઘરની ઝડતી કરતા તેના ઘરેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી રૂ.૪૧,૦૦૦/- મળી આવતા બન્ને ગુન્હાનો મુદ્દામાલતપાસ અર્થે કબજે લઇ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બે ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાના આરોપી તથા મુદ્દામાલ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
ડીટેડ થયેલ ગુન્હા-
(૧) હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૨૦૯૦૧૭૨૫૦૦૯૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), (૪), ૩૦૫(એ) મુજબ
(૨) હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૨૦૯૦૧૭૨૫૦૭૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩),(૪), ૩૦૫(એ) મુજબ
આરોપીનું નામ :-અજયસિંહ સહદેવસિંહ ઠાકોર ઉ.વ.રર રહેનારી કેન્દ્રની સામે ઝુપડામાં પરબડા
તા.હિંમતનગર જી.સાબરકાંઠા
કામગીરી કરનાર અધિ/કર્મચારી:-
(૧) એચ.આર.હેરના પોલીસ ઇન્સપેક્ટર
(૨) ટી.આઇ.દેસાઇ.પોલીસ સબ ઇન્સ.
(૩) અહેકો ચિરાગભાઇ ભીખાભાઇ
(૪) હે.કો. લાભુભાઇ મીઠાભાઈ
(૫) અપોકો જીતેદ્રકુમાર ગોવિંદભાઇ
(૬) આપોકો કુલદીપકુમાર અજયભાઇ
(૭) આપોકો ઘનશ્યાસિંહ લક્ષ્મણસિંહ
(૮) અપોકો રણજીતસિંહ જરાવતસિંહ




