BANASKANTHATHARAD

ઈઢાટા ગામે આકાશીય વિજળીનો ક્હેર – ભેંસ મોતને ભેટતાં પશુપાલકને આર્થિક નુકસાન

વાત્સલ્ય મ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ

થરાદ તાલુકાના ઈઢાટા ગામે આજ રોજ બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ આકાશીય વિજળી પડતાં દુર્ભાગ્યવશ વજીર ભગવાનભાઈ નાંનજીભાઈના ઘરે એક ભેંસ મોતને ભેટી હતી. આ ઘટનાથી પશુપાલકને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. વિજળી પડતી વખતે ઘરમાલિક એજ લીંબડીના ઝાડ નીચે આરામ કરી રહ્યા હતાં, પરંતુ સદનસીબે તેઓ કુદરતી રીતે બચી ગયા હતા. આ અચાનક બનેલી દુર્ઘટના બાદ ગામમાં શોક અને સન્નાટો વ્યાપી ગયો હતો.

Back to top button
error: Content is protected !!