GUJARAT

કવાંટના રામી ડેમ વિસ્તારની મુલાકાત લેતા જિલ્લા કલેકટર શ્રી ગાર્ગી જૈન.

મુકેશ પરમાર,,,નસવાડી

છોટાઉદેપુર જિલ્લા સહિત ઉપવાસમાં ભારે વરસી રહેલા વરસાદ અને વરસાદની આગાહી અનુસંધાને જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈને કવાંટ તાલુકામાં આવેલા રામી ડેમ વિસ્તારની મુલાકાત લીધી હતી.છોટાઉદેપુર જિલ્લામાં થયેલ વરસાદને લીધે પરિસ્થિતિએ રામી ડેમ ભરાઈ ગયો હોઈ અને પાણીની આવક ચાલુ હોઈ જેના અનુસંધાને ડેમ વિસ્તાર પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રામી ડેમના નીચાણવાળા ગામો ઝાલાવાટ, દેવત, ચીલીયાવાટ, ડેરી, વીજળી, મોટાંવાટા, ખંડીબારા, મોટી સાકળના લોકોએ નદીના પટમાં અવરજવર કરવી નહીં. મામલતદારશ્રી, ટીડીઓશ્રી, તલાટીશ્રી, સરપંચશ્રીએ સાવચેતીના પગલાં લેવા સૂચના આપી સાથે રામી ડેમ પર જતા બિસ્માર રસ્તાની તાત્કાલિક મરામત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

Back to top button
error: Content is protected !!