DEDIAPADAGUJARATNARMADA

સાગબારા ગણેશ વિસર્જનના સ્થળ ચોપડવાવ ડેમ ખાતે લાઈટો અને તરવૈયાઓની સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવતા ભક્તોમાં રોષ

સાગબારા ગણેશ વિસર્જનના સ્થળ ચોપડવાવ ડેમ ખાતે લાઈટો અને તરવૈયાઓની સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવતા ભક્તોમાં રોષ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 06/09/2025 – સાગબારા અને સેલંબા ખાતે નવ દિવસ ના આતિથ્ય માણ્યા બાદ ભક્તો અને નગરજનો દ્વારા ગણેશજીની મૂર્તિઓનું ભાવભીની વિદાય સાથે ચોપડવાવ ડેમ અને ધવલીવેર નદી ખાતે બનેલા ચેકડેમમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં વહીવટી તંત્ર દ્વારા લાઈટો અને સ્થાનિક તરવૈયાઓની કોઈજ વ્યવસ્થાઓ ઉભી ન કરાતા ભક્તોમાં રોષ ફેલાયો હતો.

તાલુકા મથક સાગબારા અને વેપારી મથક સેલંબા ખાતે નવ દિવસ નું આતિથ્ય માણી પરંપરા અનુસાર સાગબારા ની ગણેશજીની મૂર્તિઓનું ચોપડવાવ ડેમ ખાતે અને સેલંબાની ગણેશજીની મૂર્તિઓનું ધવલીવેર ચેકડેમ ખાતે ભારે હૈયે ભાવભીની વિદાય આપવા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે ગણેશ ઉત્સવ દરમ્યાન વિસર્જન અંગે ડેડીયાપાડા પ્રાંત અધિકારી જુઈ પાંડે અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વિરલ ચંદન દ્વારા એક બાદ એક એમ બે બે વાર શાંતિ સમિતિની બેઠકો યોજી હતી. જેમાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે અપીલ કરવા સાથે આ બેઠકમાં હાજર અધિકારીઓ પ્રાંત અને ડીવાયએસપી એ જણાવ્યું હતું કે વિસર્જન સ્થળે તકેદારીના ભાગરૂપે લાઈટોની વ્યવસ્થા અને તરવૈયાઓની ટુકડી ગોઠવવામાં આવશે.પરંતુ બે બે અધિકારીઓની સ્પષ્ટ સુચનાને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાને ધોળીને પી ગયુ હોય તેમ ગણેશ વિસર્જન જ્યાં કરવામાં આવે છે તેવા ચોપડવાવ ડેમ ખાતે ન તો કોઈપણ જાતની લાઈટો ની વ્યવસ્થાઓ ઉભી કરાય અને ન તો સ્થાનિક કે પ્રોફેશનલ તરવૈયાઓની.

સાગબારા અને સેલંબા ખાતે નવ દિવસ નું આતિથ્ય માણી અબીલ ગુલાલની છોળો અને વરસતા વરસાદમાં ભક્તો અને નગરજનોએ દુંદાળા દેવને વિદાય આપવા વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી.સાગબારા સેલંબાના વિવિધ ગણેશ મંડળો તેમજ ભક્તજનોએ અવિરત વરસાદના માહોલમાં વિસર્જન યાત્રા કાઢીને ભક્તિનો પરચો આપ્યો હતો.અને ઢોલ, નગારા, ત્રાંસા અને બેન્ડબાજા ના સથવારે નગરમાં વિસર્જન યાત્રા દરમિયાન ભકતજનો ઝુમ્યા હતા.મોડી રાત સુધી વિસર્જન યાત્રા ચાલતા વિસર્જન સ્થળે સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા ન તો લાઈટોન વ્યવસ્થા ઉભી કરાય ન તો સ્થાનિક કે પ્રોફેશનલ તરવૈયાઓની. સેલંબા ખાતેની બે મહાકાય ગણેશજીની મૂર્તિઓ પણ ચોપડવાવ ડેમ ખાતે જ વિસર્જન અર્થે લાવવામાં આવી હતી જેના માટે પ્રશાસન દ્વારા ક્રેન ની વ્યવસ્થા પણ કરવામાં ન આવતા આયોજકો દ્વારા જાતેજ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ સાગબારા તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે અને ડુંગરાળ વિસ્તારોમાં પડી રહેલા ધોધમાર વરસાદ ના કારણે ડેમ ખાતે પાણીની આવક વધુ હોય ડેમ છલકાયો છે ત્યારે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરતી વેળા કોઈ ભક્ત સાથે ડેમના પાણીમાં ડૂબી જવાની કોઈ ઘટના બનતે તો તેના માટે જવાબદાર કોણ ? મોટા અધિકારીઓનું સ્પષ્ટ સૂચના હોવા છતાં સ્થાનિક તંત્રએ સુચનાને કેમ અવગણવામાં આવી ? શુ વિસર્જન સ્થળે કોઈ મોટી દુર્ઘટના સર્જાયા પછી જ વહીવટી તંત્ર લાઈટોની કે પછી તરવૈતાઓની વ્યવસ્થા ઉભી કરતે ? ત્યારે સ્થાનિક વહીવટી તંત્રના આમ બેજવાબદારી ભર્યા પગલાંને કારણે ગણેશ ભક્તો સહિત વિવિધ મંડળોમાં રોષ ફેલાયો છે. શુ આ માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પગલાં ભરશે ખરા ? એવો સવાલ ભક્તોમાંથી હાલ પુછાય રહ્યો છે.

Back to top button
error: Content is protected !!