GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની પ્રતિભાશાળી બાળાઓનું મહાનુભાવોના વરદ હસ્તે સન્માન

 

MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની પ્રતિભાશાળી બાળાઓનું મહાનુભાવોના વરદ હસ્તે સન્માન

 

 

મોરબી,અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને પાંચમા ધોરણમાં જ્ઞાનસેતુ,જવાહર નવોદય વિદ્યાલય,શિષ્યવૃત્તિ, સૈનિક સ્કૂલ તેમજ આઠમા ધોરણમાં જ્ઞાન સાધના અને નેશનલ મેરીટ કમ સ્કોલરશિપ એક્ઝામ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અપાવવામાં આવે છે, આ પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી પણ કરવામાં આવે છે એના પરિપાક રૂપે 100 ટકા પરિણામ પ્રાપ્ત થાય છે એ પૈકી ઘણી બધી વિદ્યાર્થીનીઓનો મેરિટમાં સમાવેશ થાય છે, આ વર્ષે જ્ઞાન સાધના પરીક્ષામાં અને NMMS બંને પરીક્ષામાં વંદના હંસરાજભાઈ પરમારનો સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે અને હેન્સી દિલીપભાઈ પરમારને જ્ઞાન સાધના પરીક્ષામાં જિલ્લામાં તૃતિય નંબર પ્રાપ્ત કરી રાજય કક્ષાએ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકેનું સન્માન પત્ર શિક્ષણ સચિવ મુકેશકુમારની સહીથી આવેલ હોય,શિક્ષક દિન નિમિત્તે નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ હંસાબેન પારેઘી,ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,કલેકટર કે.બી.ઝવેરી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વગેરેના વરદ હસ્તે સુંદર ગિફ્ટ તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકેનું સન્માન અર્પણ કરવામાં આવ્યું અને તમામ મહાનુભાવોએ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!