પ્રોફે. એ. આર. રાવ ટી.વાય. બી.એસ.સી. રાજ્યસ્તરીય ગણિત સ્પર્ધા – ૨૦૨૫

7 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પ્રોફે. એ. આર. રાવ ટી.વાય. બી.એસ.સી. રાજ્યસ્તરીય ગણિત સ્પર્ધા – ૨૦૨૫
પાલનપુર: આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ તથા સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે પ્રોફે. એ. આર. રાવ ટી.વાય. બી.એસ.સી. રાજ્યસ્તરીય ગણિત સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ હતી. આ સ્પર્ધા પ્રોફે. એ. આર. રાવના નામે દર વર્ષે યોજાતી પ્રતિષ્ઠિત કસોટી છે, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના ટી.વાય. બી.એસ.સી. ગણિત શાસ્ત્ર ના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ વર્ષે સ્પર્ધાની કસોટીમાં નંબર થિયરી અને આંકડાશાસ્ત્ર, સમતલ અને ઘન જ્યોમેટ્રી સુરેખ બીજગણિત તથા કલનશાસ્ત્ર (સંકલન, વિકલન અને વિકલ સમીકરણો) જેવા વિષયો પર ખાસ ભાર મૂકાયો હતો. રાજ્યસ્તરે પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીને રૂ. ૧૨૦૦/-, દ્વિતીય સ્થાન મેળવનારને રૂ. ૧૦૦૦/- તથા તૃતીય સ્થાન મેળવનારને રૂ. ૮૦૦/-ના પારિતોષિકો આપવામાં આવશે જેનું પરિણામ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.આ આયોજનનું સફળ સંચાલન આ કોલેજ ના સેન્ટર કોઓર્ડિનેટર પ્રા. હરેશ ચૌધરી, ગણિત શાસ્ત્ર વિભાગ ના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ સેન્ટર મા આ કોલેજના ટી.વાય. બી.એસ.સી. ગણિત શાસ્ત્ર ના વિદ્યાર્થીઓ નિકિતા એસ. ચૌધરી, ધ્રુવી બી. પ્રજાપતિ, તન્વી બી. પરમાર અને તાનિયા બી. પરમાર એ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજનને પ્રિન્સીપાલ ડૉ. યોગેશ બી. ડબગર તથા ગણિત વિભાગના વડા ડૉ. અનિલ ડી. પરમાર નો પરોક્ષ સહકાર મળેલ હતો.




