HIMATNAGARSABARKANTHA
રાજેન્દ્રનગર કોલેજ દ્વારા મહા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું.
અહેવાલ:- પ્રતિક ભોઈ
રાજેન્દ્રનગર કોલેજ દ્વારા મહા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું.
એમ.એમ. ચૌધરી આર્ટસ કોલેજ,રાજેન્દ્રનગર એન.એસ.એસ. વિભાગ દ્વારા તા.૬/૯/૨૦૨૫ ના રોજ ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ હેમ.ઉ.ગુ.યુનિ.પાટણ એન.એસ.એસ. વિભાગ પ્રેરિત અંબાજી ના ભાદરવી પૂનમના મહા મેળા બાદ “સ્વછતા હિ સેવા “ કાર્યક્રમ હેઠળ “પ્લાસ્ટિક મુક્ત મેળો “અન્વયે પ્રિ.ડૉ.પ્રવીણભાઈ વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડૉ.મહેશભાઇ પટેલ અને ડૉ. પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી દ્વારા કરાયેલ આયોજન અનુસાર ૩૦ સ્વયંસેવકો અને બે પ્રોગ્રામ ઓફિસર સાથે મળી અંબાજી માર્ગ મટોડાથી પાંચ મહુડા સુધી રાજય માર્ગ પર સફાઈ ઝુંબેશ કરવામાં આવી.