HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જીલ્લામાં કરેલ ઘરફોડ ચોરીના આરોપીઓની પુછપરછ દરમ્યાન ખુનનો તથા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાબરકાંઠા

અહેવાલ:- પ્રતિક ભોઈ

સાબરકાંઠા જીલ્લામાં કરેલ ઘરફોડ ચોરીના આરોપીઓની પુછપરછ દરમ્યાન દોઢેક માસ અગાઉ ગાંધીનગર જીલ્લાના ડભોડા પો.સ્ટે. ખાતે સગા ભાઈનું મોત નિપજાવી લાશને નદીમાં દાટેલ હોય જે લાશ કાઢી ખુનનો તથા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાબરકાંઠા

ગઇ તા.૧૫/૦૭/૨૦૨૫ ના રોજ મોજે સોનાસણ ગામની સીમમાં દાસ ફુડ ટેક પ્રા. લીમીટેડ તથા દાસ સુપર ફુડ પ્રાઇવેટ લી. કંપનીમાં રાત્રી દરમ્યાન કેટલાક ચોર ઇસમો આવી કંપનીની ઓફિસ તોડી તેમાથી રોકડ રૂ.૧૦,૦૦,૦૦૦/- ની ચોરી ચોરી કરેલ બાબતે પ્રાંતિજ પો.સ્ટે. પાર્ટ. એ. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૫ ૦૬૮૧/૨૦૨૫ ભારતી યન્યાય સંહિતા ૨૦૨૩ ક.૩૩૧(૪), ૩૦૫(એ), ૫૪ મુજબનો ગુન્હો નોંધાયેલ જે બાબતે સદર ચોરીના ગુન્હોનો ભેદ ઉકેલવા સારૂ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ પાર્થરાજસિંહ ગોહીલ (IPS) સાહેબ સાબરકાંઠા નાઓની સુચના આધારે પો.ઇન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.ઇન્સ. શ્રી ડી.સી.પરમાર એલ.સી.બી. તથા એસ.સી.બી. સ્ટાફની ટીમ બનાવી ટેક્નીકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી. ફુટેજ તથા હ્યુમન સોર્સીસ ની મદદ મેળવી સતત ઉપરોક્ત ગુન્હાનો ભેદ ઉકેલવા ટીમ કાર્યરત હતી.

તા.૦૪/૦૯/૨૦૨૫ ના રોજ પો.ઇન્સ. શ્રી ડી.સી.પરમાર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફની ટીમ માણસો હાલમાં અંબાજી ભાદરવી પુનમ અન્વયે પદયાત્રી ચાલતા જતાં હોય જેથી હિંમતનગરથી ઈડર રોડ ઉપર પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન સાથેના અ.હે.કો. વિનોદભાઈ તથા આ.હે.કો. નિરીલકુમાર તથા અ.પો.કો. પ્રહર્ષકુમાર નાઓને માહિતી મળેલ કે ” આજથી દસેક દિવસ પહેલાં જાદર પો.સ્ટે. ની હદ વિસ્તારના માનગઢ ગામમાં ત્રણ દુકાનોમાં ચોરી કરનાર તથા એક મો.સા. ની ચોરી કરનાર તથા પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તારના સોનાસણ ગામ પાસે ફેક્ટરીમાં દોઢેક મહિના પહેલાં ચોરી કરનાર રાહુલ લક્ષ્મણભાઈ બજાણીયા રહે.પાણપુર પાટીયા તા.હિંમતનગરનો એક વાદળી કલરની લોડીંગ રીક્ષા નંબર GJ09AX9491ની સાથે તેની પત્નિ તથા તેનો ભાઈ મેહુલ ઇડર-વિરપુર બાજુથી નિકળી હિંમતનગર શહેર તરફ આવે છે.” જે બાતમી આધારે ઘાંણધા ફાટક પાસે ઇડર તરફથી હિંમતનગર આવતાં રોડ ઉપર વાહન ચેકીંગ કરતાં હતાં દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની લોડીંગ રીક્ષા આવતાં જે રીક્ષાને રોકી રીક્ષામાં જોતાં ત્રણ ઇસમો બેઠેલ હતાં સદર નામઠામ પુછતા (૧) રાહુલભાઈ ઉર્ફે વિકાસ લક્ષ્મણભાઇ બજાણીયા ઉ.વ.૨૫ (૨) મેહુલભાઈ ઉર્ફે કાળીયો લક્ષ્મણભાઈ બજાણીયા ઉ.વ.૨૨ (૩) શિતલ ઉર્ફે કાળી રાહુલભાઈ ઉર્ફે વિકાસ લક્ષ્મણભાઇ બજાણીયા ઉ.વ.૨૦ ત્રણેય હાલ રહે.વિરપુર શ્રીનાથનગર આઈ.ટી.આઈ.ની પાછળ તા.હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.પાણપુર પાટીયા આદર્શ હાઇસ્કુલ પાસે તા.હિંમતનગર જી.સાબરકાંઠાની હોવાનું જણાવેલ જેમાં ચાલક રાહુલભાઈ બજાણીયાની અંગઝડતી કરતાં તેની પાસેથી એક રિયલમી કંપનીનો મોબાઈલ ફોન મળી આવેલ તથા બીજા ઇસમોની અંગજડતી કરતાં તેઓની પાસેથી કોઇ શકપડતી ચીજવસ્તુ મળી આવેલ ન હોય તથા રીક્ષાની ઝડતી કરતાં તેમાથી કપડા તથા અન્ય પરચુરણ સામાન પડેલ હોય જે ચેક કરતાં કપડાની થેલીમાંથી અલગ અલગ દરની ચલણી નોટો મળી આવેલ હોય જે રોકડ રકમ બાબતે પુછતાં જે રકમ રાહુલભાઈ ઉર્ફે વિકાસ બજાણીયાની હોવાની જણાવેલ હોય જેથી સદરી ત્રણેય ઇસમોને એલ.સી.બી.કચેરી ખાતે લાવી અલગ અલગ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં રાહુલભાઇ ઉર્ફે વિકાસ લક્ષ્મણભાઈ બજાણીયા નાઓએ જણાવેલ કે,

(૧) આજથી આશરે દોઢ મહિના પહેલાં રાહુલભાઈ ઉર્ફે વિકાસ તથા કરણ સરતાનભાઈ પટણી રહે.સાંઈ મંદિર પાછળ પ્રદુષણનગર તા.જી.મહેસાણા તથા અર્જુનભાઇ ગાંડાભાઈ દેવીપુજક રહે.હાઉસીંગ પાસે તા.જી.મહેસાણા નાઓ રાત્રીના સમયે છુટક વાહનમાં બેસી સલાલ નજીક ગયેલ અને ત્યાં એક ફેક્ટરીમાં બારીઓના ગ્રીલ તોડી રાહુલભાઇ ઉર્ફે વિકાસ તથા અર્જુન અંદર ગયેલ અને કરણ બહાર કોઈ આવી ન જાય તેની વોચમાં રહેલ અને તે ઓફિસમાંથી રોકડા રૂપિયા આશરે ૮,૦૦,૦૦૦/- મળેલા જે રૂપિયા ત્રણેયે સરખે ભાગે વહેચી દીધેલ હોવાની હકિકત જણાવેલ છે જે બાબતે પ્રાંતિજ પો.સ્ટે. પાર્ટ. એ. ગુ.૨.નં. ૧૧૨૦૯૦૪૧૨૫ ૦૬૮૧/૨૦૨૫ ભારતી યન્યાય સંહિતા ૨૦૨૩ ક.૩૩૧(૪), ૩૦૫(એ), ૫૪ મુજબનો ગુન્હો નોંધાયેલ છે.

(૨) આજથી આશરે દસેક દિવસ પહેલાં રાહુલભાઇ ઉર્ફે વિકાસ તથા અજય ઉર્ફે અજી તખાજી ઠાકોર રહે.મહેસાણા સાંઇ મંદિર પાસે કરબા નજીક (કાજલબેન ગોપાલભાઈ વાઘેલાના ઘરમાં) બન્ને જણાં રાત્રીના સમયે મારી લોડીંગ રીક્ષા લઇ હિંમતનગરથી ચોરી કરવા જાદર નજીક મુકી જાદર ગામમાં આવી એક મો.સા. ની ચોરી કરી ત્યાંથી મો.સા. લઇ માનગઢ ગામમાં જઈ ત્રણ દુકાનોના તાળા તોડી અંદરથી રોકડ રકમની ચોરી કરેલ જે ત્રણેય દુકાનોમાંથી આશરે રૂ.૮૦,૦૦૦/- મળેલ જે ચોરીમાંથી મે અજયને રૂ.૨૫,૦૦૦/- આપેલ અને બાકીના રૂપિયા મે રાખેલ અને ત્યાંથી નિકળી ચોરી કરેલ મો.સા. મારી રીક્ષામાં મુકી રીક્ષા લઇ અજયને હિંમતનગર બાયપાસ રોડે ઉતારી રીક્ષા લઈ ઘરે જઇ મો.સા. મારા ઘરે વિરપુર ઉતારી મુકી દીધેલાની હકીકત જણાવેલ છે જે બાબતે જાદર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૪૨૫૦૪૪૦/૨૦૨૫ બી.એન.એસ. ક. ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ તથા જાદર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૪૨૫૦૪૪૨/૨૦૨૫ બી.એન.એસ. ક. ૩૦૩(૨) મુજબનો ગુન્હો નોંધાયેલ છે.

તેમજ સદર પકડાયેલ રાહુલભાઈ ઉર્ફે વિકાસ તથા મેહુલના મોટા ભાઈ શંકરભાઈ લક્ષ્મણભાઇ બજાણીયાનો વિજાપુર પો.સ્ટે.ના મર્ડરના ગુન્હામાં અમદાવાદ સાબરમતી જેલ ખાતે કેદી નંબર ડ/૧૬૩૮૯ થી આજીવન સજામાં જેલમાં હતો જે દિન-૧૬ ની પેરોલ રજા ઉપર આવેલ તે પછી સાબરમતી જેલ અમદાવાદ ખાતે હાજર થયેલ ન હોય અને આજદિન સુધી પકડાયેલ ન હોય તે સંબંધે પકડાયેલ ત્રણેય ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી અલગ અલગ પુછપરછ કરતાં કબુલાત આપેલ કે “શંકરભાઇ લક્ષ્મણભાઈ બજાણીયાની સાથે અગાઉ રાહુલભાઇ ઉર્ફે વિકાસને હારીઝ પાટણ ખાતે રીક્ષા બાબતે ઝઘડો થયેલ અને આજથી આશરે ત્રણેક મહિના પહેલાં મેહુલની પત્નિ લીલાને શંકરે ધમકી આપેલ કે તું મારી સાથે રહેવા આવીજા જો તું મારી સાથે રહેવા નહી આવે તો હું મેહુલને મારી નાંખીશ જે બાબતે મેહુલ તથા શંકરને ઝઘડો થયેલ હોય આજથી આશરે દોઢ મહિના આજુબાજુ રાહુલભાઈ ઉર્ફે વિકાસ, મેહુલ, શંકર તથા શિતલનાઓ રાત્રીના દહેગામ નજીક રેલ્વે ગરનાળા નજીક ચોરી કરવા ભેગા થયેલ અને ત્યાંથી નજીકમાં એક મકાન આગળથી બે મો.સા. ની ચોરી કરી ડભોડા બાજુ ચોરી કરવા નિકળેલ અને વડોદરા ગામમાં વડલા પાસે પાણી પીવા ઉભા રહેલ તે વખતે મેહુલની પત્નિ રાખવા બાબતે તથા રાહુલને રીક્ષા બાબતે ઝઘડો થયેલ અને ત્યાંથી મોટર સાયકલો ઉપર વડોદરા ગામ પાસ કરી આગળ ડભોડા તરફ જતાં રોડ ઉપર નદિના પુલીયા પાસે મો.સા. ઓ ઉભી કરી રાત્રીના આશરે બે વાગ્યાના સમયે રાહુલભાઈ ઉર્ફે વિકાસ તથા મેહુલે તેના ભાઇ શંકર સાથે અગાઉની અદાવત રાખી ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી ખાડામાં લઇ જતાં શંકર ખાડામાં પડી જતાં રાહુલે શંકરના હાથ પકડી રાખી શિતલે તેની પહેરેલ સાડીનો છેડો કાઢી મેહુલ તથા શીતલે શંકરના ગળામાં સાડી વીંટાળી બન્ને જણાંઓએ સાડી ખેચી શંકરને ગળે ટુંપો આપી મોત નિપજાવી અને લાશ ખાડામાં દાટતાં તે વખતે રોડ ઉપર કોઇ વાહન આવતાં સંતાઇ ગયેલ અને આ કોઈ ગાડીવાળો જોઇ ગયેલ હશે તેમ માની ગાડી નિકળી ગયા પછી શંકરની લાશ ખાડામાં કાઢી સાડીમાં મુકી ઉચી કરી આગળ લઇ ગયેલ અને તે નદિના કોતરમાં ભેખડ બાજુ લઇ જઇ કોદાળી તથા હાથેથી આશરે ત્રણેક ફુટ જેટલો ખાડો કરી શંકરને ખાડામાં નાંખી દાટી દીધેલ અને ત્યાંથી કમ્પાઉન્ડ દિવાલ કુદી રોડ ઉપર આવી મો.સા. ઓ જે તે જગ્યાએ રહેવા દઈ ચાલતાં પાછા દહેગામ રોડે રેલ્વે ફાટક વાળા પુલે જઇ મેહુલ ચિલોડા બાજુ અને રાહુલ તથા શિતલ દહેગામ બાજુ જતાં રહેલ અને ત્યાંથી ટુકડે ટુકડે વાહનોમાં પરત ઘરે જતાં રહેલા” ની હકિકત જણાવેલ હોય જેથી રાહુલ તથા તેની પત્નિ શિતલ તેમજ મેહુલે મળી તેમના મોટા ભાઈ શંકરભાઈ લક્ષ્મણભાઇ બજાણીયાનું સાડી વડે ગળુ દબાવી મોત નિપજાવી ડભોડા ગામની સીમમાં આવેલ નદિના વાંઘામાં દાટી દીધેલાનું જણાઈ આવેલ છે. અને આ અંગે ડભોડા પોલીસ સ્ટેશન જી.ગાંધીનગર ખાતે જાણ કરી આરોપીના જણાવ્યા મુજબની જગ્યાએ જઈ એજીક્યુટીવ મેજીસ્ટ્રેટ તથા એફ.એસ.એલ. અધિકારી અને તબીબી અધિકારી નાઓની રૂબરૂમાં ખોદકામ કરતાં મરણજનાર શંકરભાઇ લક્ષ્મણભાઇ બજાણીયાની લાશ મળી આવેલ જે લાશ તેના ભાઈ તથા પિતાએ મરણજનારના કપડામાથી મળી આવેલ ચિજવસ્તુથી લાશની ઓળખ કરેલ ત્યાર બાદ લાશનું પેનલ ડોક્ટરથી પી.એમ. કરાવી ડભોડા પો.સ્ટે. ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૪૨૫૦૪૫૨/૨૦૨૫ બી.એન.એસ. ક. ૧૦૩(૧), ૨૩૮(એ), ૬૧(૨), ૩(૫) મુજબનો ગુન્હો રજિસ્ટર કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ

(૧) રાહુલભાઇ ઉર્ફે વિકાસ લક્ષ્મણભાઈ બજાણીયા ઉ.વ.૨૫ હાલ રહે.વિરપુર શ્રીનાથનગર આઈ.ટી.આઈ.ની પાછળ તા. હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.પાણપુર પાટીયા આદર્શ હાઇસ્કુલ પાસે તા.હિંમતનગર જી.સાબરકાંઠા

(૨) મેહુલભાઈ ઉર્ફે કાળીયો લક્ષ્મણભાઈ બજાણીયા ઉ.વ.૨૨ રહે.વિરપુર શ્રીનાથનગર આઈ.ટી.આઈ.ની પાછળ તા. હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.પાણપુર પાટીયા આદર્શ હાઇસ્કુલ પાસે તા. હિંમતનગર જી.સાબરકાંઠા

(૩) શિતલ ઉર્ફે કાળી રાહુલભાઈ ઉર્ફે વિકાસ લક્ષ્મણભાઈ બજાણીયા ઉ.વ.૨૦ રહે.વિરપુર શ્રીનાથનગર આઈ.ટી.આઈ.ની પાછળ તા.હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.પાણપુર પાટીયા આદર્શ હાઇસ્કુલ પાસે તા. હિંમતનગર જી.સાબરકાંઠા

ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓના નામ

(૧) અજય ઉર્ફે અર્જુ તખાજી ઠાકોર રહે.મહેસાણા સાંઈ મંદિર પાસે કસ્બા નજીક (કાજલબેન ગોપાલભાઈ વાઘેલાના ઘરમાં)

(૨) કરણ સરતાનભાઇ પટણી રહે.સાંઈ મંદિર પાછળ પ્રદુષણનગર તા.જી.મહેસાણા

(૩) અર્જુનભાઇ ગાંડાભાઈ દેવીપુજક રહે.હાઉસીંગ પાસે તા.જી.મહેસાણા

પકડાયેલ આરોપીઓ ધ્વારા કબુલાત થયેલ ગુન્હાઓ

(૧) પ્રાંતિજ પો.સ્ટે. પાર્ટ.એ.નં.ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૫૦૬૮૧/૨૦૨૫ બી.એન.એસ. ક. ૩૩૧(૪), ૩૦૫(એ), ૫૪: મુજબ

(૨) જાદર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૪૨૫૦૪૪૦/૨૦૨૫ બી.એન.એસ. ક. ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ (

૩) જાદર પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૪૨૫૦૪૪૨/૨૦૨૫ બી.એન.એસ. ક. ૩૦૩(૨) મુજબ

આરોપીઓ પાસેથી કબ્જે લીધેલ મુદ્દામાલ

(૧) રોકડ રૂ. ૫૫,૫૦૦/-

(૨) લોડીંગ રીક્ષા નંબર GJ09AX9491 ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-

(3) M.S.No.2.GJ-09-DD-1275 NI D.3,30,000/-

(૪) મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૫,૦૦૦/-

(૫) કુલ કિ.રૂ.૩,૦૦,૫૦૦/-

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

પો.ઈન્સ. એસ.એન.કરંગીયા એલ.સી.બી.

એ.એસ.આઈ. દેવુસિંહ અમરસિંહ

હે.કો. વિનોદભાઈ અરવિંદભાઇ

હે.કો. નિરીલકુમાર મોજીસભાઈ

પો.કો. હિમાંશુકુમાર કાન્તીલાલ

ડ્રા.પો.કો.જતીનકુમાર નટુભાઇ

પો.ઈન્સ. ડી.સી.પરમાર એલ.સી.બી.

એ.એસ.આઈ. જુલીયેટભાઈ ધનજીભાઈ

હે.કો. કલ્પેશકુમાર પ્રવિણભાઈ

પો.કો. પ્રહર્ષકુમાર કનુભાઈ

વુ.પો.કો.નિલમબેન નારાયણભાઈ

ડ્રા.હે.કો. ઇન્દ્રજીતસિંહ પ્રવિણસિંહ

પો.ઇન્સ. એસ.જે.ગોસ્વામી એલ.સી.બી.

ટે. એ.એસ.આઈ. હિમાંશુરાજ ભુપેન્દ્રસિંહ

હે.કો. રાજેન્દ્રસિંહ ખુમાનસિંહ

પો.કો. દર્શનકુમાર દિનેશભાઈ

ડા.હે.કો. ગિરીશભાઇ ગાંડાભાઈ

Back to top button
error: Content is protected !!