KHEDBRAHMASABARKANTHA

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા અંબિકા માતાજી મંદિરે ભાદરવી પૂનમ નિમિત્તે ઘજા ચડાવી

ભાદરવી પૂનમના મેળાના શુભ પ્રંસગે ચૌદસના દિવસે ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા ખેડબ્રહ્મા માતાજી મંદિર ખાતે ધજા ચડાવવામાં આવી.ખેડબ્રહ્મા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત નગરપાલિકાના પ્રમુખ ડૉ.પ્રિયંકા ખરાડી તથા તમામ સદસ્યો,નગરપાલિકાના અધિકારીશ્રીઓ,સફાઈ કર્મીઓ દ્વારા ભાદરવી નિમિત્તે શ્રધ્ધાપૂર્વક,નગરપાલિકાથી પગપાળા જય જય અંબે ,બોલ મારી અંબે ના નાદ સાથે સૌ એ સાથે મળીને જન જનના કલ્યાણ માટે માં અંબાને પ્રાથના કરી,ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે ધ્વજા ચઢાવવામાં આવી.જેમાં ખેડબ્રહ્મા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ,કારોબારી ચેરમેન શ્રીનિકુંજભાઈરાવલ,ચીફઓફિસરશ્રી,સૌ કોર્પોરેટરો,નગરપાલિકાનો સ્ટાફ વગેરે સાથે રહીને માં જગદંબાના ચરણોમાં શીશ નમાવી આશિર્વાદ મેળવ્યા હતા.

રીપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા

Back to top button
error: Content is protected !!