AHAVADANG

ડાંગ જિલ્લાનાં વઘઈ સહિત આજુબાજુના ગામોમાં ડેન્ગ્યુ અને ટાઈફોડનાં કહેરની શંકા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

એક બાજુ વરસાદી મોસમની ભીનાશ અને બીજી બાજુ ચેપી રોગચાળાનો પ્રહાર વઘઈ સહિત આજુબાજુના ગામો આજે ગંભીર આરોગ્ય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે.વઘઈ સહિત આજુબાજુના ગામોમાં હાલમાં ડેન્ગ્યુ અને ટાઈફોડના વધતા કેસોથી ઝઝૂમી રહ્યું છે, જેના કારણે લગભગ દરેક ઘરમાં દર્દીઓ જોવા મળી રહ્યા છે અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ ગયા છે.ગામમાં સ્વચ્છતાનો અભાવ, નિકાલ વ્યવસ્થાની અપૂરતા, વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાયેલા ખાડા અને મચ્છરોની વધતી સંખ્યા આ ચેપી રોગચાળો ફેલાવાના મુખ્ય કારણો ગણાઈ રહ્યા છે.પાણી ભરાયેલા વિસ્તારોમાં મચ્છરોના પ્રજનનથી ડેન્ગ્યુના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, જ્યારે અશુદ્ધ પાણીના સેવન અને સફાઈની અવગણનાથી ટાઈફોડ ઝડપથી ફેલાઈ રહ્યો છે.આ ચિંતાજનક પરિસ્થિતિ સામે તાત્કાલિક આરોગ્ય વિભાગ, ગ્રામ પંચાયત તથા તંત્ર દ્વારા સંયુક્ત પગલા લેવાની જરૂર છે, નહીં તો પરિસ્થિતિ વધુ વિકરાળ બનશે. ફોગિંગ, દવા છાંટણી, પાણીના સ્રોતોની શુદ્ધિકરણ વ્યવસ્થા અને ગામમાં વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવું હવે ગામ આગેવાનો માંગ કરી રહ્યા છે.આ સાથે ગામલોકોએ પણ પોતાની જવાબદારી નિભાવવી અત્યંત આવશ્યક છે – પીવાનું પાણી ઉકાળી કે ફિલ્ટર કરીને પીવું, ઘરના આસપાસ પાણી ભરાવું નહીં દેવું, પરિસરની નિયમિત સફાઈ જાળવવી અને બિમારીના લક્ષણો જણાતાં જ તરત તબીબી સારવાર લેવી જરૂરી છે.

Back to top button
error: Content is protected !!