બિહાર SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો આદેશ, આધારકાર્ડને 12મા દસ્તાવેજ તરીકે આપી મંજૂરી
બિહાર ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મતતાના આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે માન્યતા આપવાનો આદેશ આપ્યો છે. બિહારના લાખો મતદારોને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો ફાયદો મળશે.બિહારમાં જે લોકો મતદાર ઓળખપત્ર અને આધાર કાર્ડ સિવાય અન્ય પુરાવા ન હોવાને કારણે મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવા માટે પોતાના જૂના દસ્તાવેજો બતાવી શક્યા ન હતા. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને તેના અધિકારીઓને આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવા સૂચનાઓ જારી કરવા જણાવ્યું છે.
બિહાર SIR પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે SIR પ્રક્રિયામાં મતદારોને સામેલ કરવા માટે ઓળખના હેતુથી આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે ગણવામાં આવે. અધિકારીઓને આધાર કાર્ડની પ્રામાણિકતા અને વાસ્તવિકતાની પુષ્ટિ કરવાનો અધિકાર રહેશે. તેને નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહીં.