KUTCHMUNDRA

મુંદરાની શેઠ લાલજી સુમાર પ્રાથમિક શાળાના ૬૬ બાળકોને ગણવેશ અપાયા

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

 

મુંદરાની શેઠ લાલજી સુમાર પ્રાથમિક શાળાના ૬૬ બાળકોને ગણવેશ અપાયા


 

મુંદરા,તા.8 : એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મુંદરાની શેઠ લાલજી સુમાર પ્રાથમિક શાળાના તમામ ૬૬ બાળકોને મફતમાં નવા યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. યુનિફોર્મ મળતા જ બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.

આ પ્રસંગે શાળામાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના પ્રમુખ સુલતાનભાઈ તુર્ક, ગુલામદસ્તગીર ખત્રી, શિરાજભાઈ મલેક, ઉસ્માનભાઈ આગરિયા, અને કાસમભાઈ ખલીફા ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, શિક્ષણવિદ્ ઈનાયતઅલી એ. ખોજા અને શિક્ષક સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રીએ ટ્રસ્ટના સભ્યો અને મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ સુલતાનભાઈ તુર્કે પોતાના પ્રવચનમાં શાળાને ભવિષ્યમાં પણ તમામ પ્રકારની મદદ આપવાની ખાતરી આપી હતી. શિક્ષણવિદ્ ઈનાયતઅલી ખોજાએ બાળકોને ભણતરનું મહત્વ સમજાવ્યું, જ્યારે શાળાના આચાર્યશ્રીએ દાતાઓની આ પહેલને બિરદાવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ સહયોગ આપ્યો હતો.

(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)

Back to top button
error: Content is protected !!