
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વઘઈ ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતો અને મહિલાઓના ઉત્કર્ષ માટેની તાલીમોની સાથે સાથે RAWE (Rural Agricultural Work Experience) કાર્યક્રમ અંતર્ગત કે.વી.કે. ખાતે આવતા વિદ્યાર્થીઓને ખેતી વિષયક બહોળી માહિતી પુરી પાડવામાં આવે છે.
વિધાર્થીઓને ખેડૂતોને ખેતીમાં આવતા પ્રશ્નોની સાચી જાણકારી મળી રહે તે હેતુસર ડાંગ જિલ્લાના વિવિધ ખેડૂતોના ખેતર તથા યુનિટ પર તા. ૨૮/૦૮/૨૦૨૫ થી ૦૩/૦૯/૨૦૨૫ દરમિયાન “Exposure Visit” ગોઠવવામાં આવી હતી.
આ “Exposure Visit” દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા ૭૮ જેટલા વિદ્યાર્થીઓને ગુંદીયા ગામે મરઘા ઉછેર કેન્દ્ર (Poultry Farm), બરમ્યાવડ ગામે નર્સરી યુનિટ તથા ભાપખલ ગામે પ્રાકૃતિક ખેતીનું જંગલ મોડેલ, અંબિકા હળદર ફાર્મની મુલાકાત લેવડાવવામાં આવી હતી, તથા ખેતી સંબંધી નવા વ્યવસાય અંગેની તકો વિશે બહોળી માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ આ “Exposure Visit” માં ઉંડો રસ દાખવીને રસપૂર્વક બધા જ યુનિટની સઘળી માહિતી મેળવી હતી તથા ખેતી સંબંધિત વ્યવસાયમાં પોતાનો મૂલ્યવાન ફાળો આપવાનો સંકલ્પ કર્યો હતો.




