BANASKANTHADEODAR
ભાદરવો ભરપૂર દિયોદરમાં અતિભારે વરસાદ વચ્ચે ગ્રામ પંચાયત ટીમે નીચાણવાળા વિસ્તારમાં પરિસ્થિતિ નું નિરીક્ષણ કર્યું
બે દિવસમાં દિયોદરમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો
ભાદરવો ભરપૂર દિયોદરમાં અતિભારે વરસાદ વચ્ચે ગ્રામ પંચાયત ટીમે નીચાણવાળા વિસ્તારમાં પરિસ્થિતિ નું નિરીક્ષણ કર્યું
રાજવી ગિરિરાજસિંહ વાઘેલાએ લોકોની મુલાકાત લીધી
હવામાન વિભાગની આગાહી ના પગલે સમગ્ર જિલ્લામાં છેલ્લા 48 કલાકથી ભારે થી અતિ ભારે વરસાદ વરસ્યો છે જેમાં દિયોદરમાં બે દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયાં હતાં જેમાં ઝૂપડ પટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા 15 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું જે પગલે રાજવી ગિરિરાજસિંહ વાઘેલા તથા મામલતદાર સહિત દિયોદર ગ્રામ પંચાયત ટીમે નીચાણવાળા વિસ્તારમાં સ્થળનું નિરીક્ષણ કર્યું હતું જેમાં રહીશોને કોઈ અવગડ ના પડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર