કિરીટ પટેલ બાયડ
બાયડ તાલુકાના સાઠંબા ગાબટ રોડ પર આવેલા લક્ષ્મીપુરા પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાય છે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાઠંબા ગાબટ રોડ પર આવેલ લક્ષ્મીપુરા પાટિયા પાસે સાઠંબા પી.એસ.આઇ એસ ડી પટેલ સ્ટાફ સાથે બાતમી ના આધારે નાકાબંધી કરીને ઉભા હતા ત્યારે બાતમી વાળી ગાડી ક્રેટા કાર નંબર જીજે વન કે યુ 9251 આવતા કારને રોકીને તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 1268 બોટલ મળી આવી હતી જેની કિંમત 3.62 લાખ તેમજ ક્રેટા કાર ની કિંમત પાંચ લાખ મળી કુલ 8,62,000 ના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા આરોપીઓમાં વિજય પાલ દેવીલાલ મીણા તેમજ દીપેશ કાંતિલાલ બંને રહે રાજસ્થાનને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગાડીમાંથી બીજી એક નંબર પ્લેટ પણ મળી આવી હતી જેનો નંબર જીજે વન આરપી 11 44 છે