GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા વરસાદ પછી વાહકજન્ય રોગ ના ફેલાય એ માટેની કામગીરી કરવામાં આવી ્

MORBI:મોરબી આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા વરસાદ પછી વાહકજન્ય રોગ ના ફેલાય એ માટેની કામગીરી કરવા માં આવેલ…

 

 


(મોહસીન શેખ દ્વારા મોરબી)
મોરબી : મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ,જિલ્લા મેલેરીયા અધિકારી ડો.વિપુલ કારોલીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાહુલ કોટડીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ના મેડિકલ ઓફિસર ડો.રાધિકા વડાવિયા ના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિ માં આવેલ વરસાદ બાદ રોગચારો ના ફેલાય એ હેતુ થી જન જાગૃતિ અભિયાન તેમજ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી.

જે અંતર્ગત ઘરોમાં તેમજ જે-તે સ્થળો પર ભરાયેલા પાણી દુર કરવા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. વાહકજન્ય રોગોના અટકાયત માટે વહેલુ નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સર્વેલન્સ કામગીરી કરવામા આવી હતી તેમજ વાહક નિયંત્રણની કામગીરીમાં ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરો દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ હાથ ધરવા માં આવી

આ તમામ કામગીરી આરોગ્ય કાર્યકર દિલીપ દલસાણીયા, ભાવનાબેન ચાવડા, સી.એચ.ઓ. ખુશ્બુ પટેલ તેમજ પાનેલી ગામ ના આશા વર્કર બહેનો દ્વારા હાઉસ-ટુ- હાઉસ સઘન સર્વેલન્સ દરમ્યાન મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેશોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસ કરી પોરાનાશક કામગીરી, નકામા પાણીના પાત્રો ખાલી કરાવ્યા હતા. તથા પક્ષી કુંડ નિયમિત રીતે સાફ કરવા‚ ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળોમા પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીના પાત્રમાં ટેમીફોસ પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તથા કાયમી પાણીના જળાશયોમાં ગપ્પી માછલી મુકવામાં આવી હતી. આ ઉપરાંત વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું…

Back to top button
error: Content is protected !!