GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મયુર બ્રીજ પર સેલ્ફી પોઇન્ટ તોડનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

MORBI:મોરબીના મયુર બ્રીજ પર સેલ્ફી પોઇન્ટ તોડનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

 

 

મોરબીના મયુર બ્રીજ પર મહાનગરપાલિકા દ્વારા રાખેલ સેલ્ફી પોઇન્ટ “LOVE MORBI” નુ સ્કલ્પચર તોડી અંદાજીત કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦ નું જાહેર મીલકતનુ નુકસાન કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર શ્રદ્ધા પાર્ક મેઇન રોડ પર રહેતા અને સરકારી નોકરી કરતા સુર્યકાન્તભાઈ કલાપાભાઈ પાટીલ (ઉ.વ.૫૩) એ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ મોરબી મહાનગરપાલીકા દ્વારા મોરબી નટરાજ ફાટક તરફથી વિશી ફાટક તરફ જતો મયુર બ્રીજના મધ્ય ભાગે રાખેલ સેલ્ફી પોઈન્ટ “ LOVE MORBI” નામનુ સ્કલ્પચર અંદાજીત કિંમત રૂપીયા ૨,૦૦,૦૦૦/-નુ કોઈ અજાણ્યા ઈસમે જાહેર મીલ્કતનુ નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!