GUJARATJUNAGADH

સ્પેશિયલ અવેરનેસ કેમ્પિંગ ડ્રાઈવ અંતર્ગત સી બોક્સ પોર્ટલ અને મહિલાલક્ષી યોજનાકીય જાણકારી અંગે કાર્યક્રમ યોજાયો

સ્પેશિયલ અવેરનેસ કેમ્પિંગ ડ્રાઈવ અંતર્ગત સી બોક્સ પોર્ટલ અને મહિલાલક્ષી યોજનાકીય જાણકારી અંગે કાર્યક્રમ યોજાયો

હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન તેમજ માણાવદર તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્પેશિયલ અવેરનેસ કેમ્પિયન ડ્રાઇવ અંતર્ગત મહિલા કર્મચારીઓને સી બોક્સ પોર્ટલ અને મહિલાલક્ષી યોજનાકીય જાણકારી મળી રહે એ માટે કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન કામકાજના સ્થળે સુરક્ષા થીમ અન્વયે POSH એક્ટ-૨૦૧૩ અંતર્ગત કામકાજના સ્થળે જાતીય સતામણી એટલે શું? સમિતિઓ અંગે, મહિલાઓને મળતી રહતો અંગે,ખોટી ફરિયાદ ન કરવા અંગે,દંડની જોગવાઈ અંગે, વિગતે ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત મહિલાઓને જાતીય સતામણી અંગે ઓનલાઈન ફરિયાદ માટે SHE- બોક્ષ પોર્ટલ અંગે,તેમજ મહિલાલક્ષી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!