
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસામાં ડુગરવાડા ચોકડી પાસે ઓટો ગેરેજ સંચાલકની હત્યા કરી હોવાના આક્ષેપો :પોલિસ ઘટના સ્થળે પોંહચી
અરવલ્લી જિલ્લામાં મોડાસાના ડુગરવાડા ચોકડી પાસે હત્યાની ચકચારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ, ઓટો ગેરેજ ચલાવતા યુવક પર એક વ્યક્તિએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાના આક્ષેપ થયા છે સાથે ઘટનામાં આરોપીએ ગેરેજ સંચાલકના માથાના ભાગે બોથર્ડ પદાર્થથી ઘા ઝીંકી જીવલેણ ઇજા પહોંચાડી હતી, જેના કારણે યુવકનો મોત નીપજ્યું હોવાના પણ આક્ષેપો થઇ રહ્યા છે મૃતકના સગાઓએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, બાઈકની સંતોષકારક સર્વિસ ન કરવા અંગેની અદાવતને કારણે આ ઘટના બની છે. આક્ષેપ મુજબ આરોપીએ ગુસ્સામાં આવીને ગેરેજ સંચાલક પર હુમલો કર્યો હતો.ઘટનાની જાણ થતાં જ મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલ આરોપી વિશે માહિતી એકત્રિત કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ છવાયું છે.





