HIMATNAGARSABARKANTHA

ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા લીલા દુષ્કાળ અંગે પાઠવેલ આવેદન પત્ર

અહેવાલ:- પ્રતિક ભોઈ

ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા લીલા દુષ્કાળ અંગે પાઠવેલ આવેદન પત્ર
ગુજરાત રાજ્યમાં સૌથી વરસાદ વધારે ધરાવતો ખેડબ્રહ્મા તાલુકો કે જે સરકારી આંકડા મુજબ વર્ષનો 190 ટકા ઉપરાંત વરસાદ પડવાથી ખેતીના પાકો તમામ નિષ્ફળની આરે છે સતત ખેડબ્રહ્મા તાલુકામાં દરેક જગ્યાએ પાણીના ઝામા ફૂટી ગયેલ છે મોંઘવારીમાં મોંઘા દાટ બિયારણ ખાતર દવાઓ ટેકટર ના ડીઝલ તેમજ મજૂરી કરવા છતાં સતત છેલ્લા ચાર માસથી વરસાદ ચાલુ રહેવાથી નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે ત્યારે આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના મામલતદાર શ્રી ને આવેદન પાઠવવા તાલુકા પ્રમુખશ્રી જશુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ ઉપપ્રમુખ નારાભાઈ અને જીતાભાઈ અને કોષાધ્યક્ષ શ્રી રેવાભાઇ તેમજ પાયાના કાર્યકર શ્રી ભુપેન્દ્રભાઈ અને પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવી જે ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયેલ હોય તે તમામનું તાત્કાલિક સર્વે કરવા જણાવ્યું હતું જય બલરામ વંદે માતરમ ભારત માતાકી જય

Back to top button
error: Content is protected !!