

મદન વૈષ્ણવ
વઘઇ–દિવડીયાવન બસને જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન અને આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઇ ચૌધરીએ લીલીઝંડી આપી…
ડાંગ જિલ્લામાં વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરિયાળ તમામ ગામો મુખ્ય મથકો સાથે સીધા કનેક્ટ થઈ શકે તે માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના નેતૃત્વમાં ડાંગ જિલ્લાને નવી બસો ફાળવવામાં આવી રહી છે.
છેલ્લા એક મહિના દરમિયાન ડાંગ જિલ્લાને કુલ ૧૦ નવી બસો ફાળવી વિવિધ રૂટ ઉપર દોડતી થતા ડાંગ જિલ્લાની મુસાફર જનતામાં ખુશીની લહેર પ્રસરી છે. લોક માગણીને ધ્યાનમાં રાખી, તેમજ અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગો મુખ્ય મથક સાથે જોડાયેલા રહે તે માટે સરકાર દ્વારા નવી બસોની ફાળવણી કરવામાં આવી છે.
વલસાડ એસટી વિભાગીય કચેરી હસ્તકના ડાંગ જિલ્લાના આહવા એસ ટી ડેપોને મળેલી આજની નવી એક મીડી બસ જે વઘઇ – દિવડીયાવન બસને જિલ્લા પ્રમુખ નિર્મળાબેન ગાઇન અને આહવા તાલુકા પંચાયત પ્રમખ સુરેશભાઇ ચૌધરીએ લીલીઝંડી આપી મુસાફર જનતાને સમર્પિત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વિભાગીય નિયામક સુરેન્દ્રસિંહ માત્રોજાના પ્રયાસથી ડાંગના છેવાડાના અંતરિયાળ માર્ગો સુધી બસ પહોંચે તેમજ ડાંગની મુસાફર જનતાને વધુ સારી બસોની સુવિધા પ્રાપ્ત થાય તે માટે આ બસોની ફાળવણી કરવામાં આવેલ છે. ડાંગ જિલ્લામાં હાલ મોટા ભાગની મીડી બસો સારી અને સુવિધા જનક બસો છે.
આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા સદસ્ય નિલમબેન ચૌધરી, આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીચંદભાઇ ભોયે, આહવા એસ.ટી ડેપો મેનેજર કિશોરસિંહ પરમાર સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.





