MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કોઈ નાગરિક નેપાળના પ્રવાસે હોય કે ત્યાં ફસાયા હોય તેમના માટે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા

MORBI:મોરબીના કોઈ નાગરિક નેપાળના પ્રવાસે હોય કે ત્યાં ફસાયા હોય તેમના માટે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા

 

 

હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

નેપાળ દેશના પ્રવાસે હોય અથવા કે ફસાયેલ હોય તેવા મોરબી જિલ્લાના નાગરિકોએ કોઇપણ પરિસ્થિતિમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર મોરબીના હેલ્પલાઇન નંબર 02822-243300 અને 02822-243435, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ગાંધીનગરના હેલ્પલાઇન નંબર 079-2325 1900 /902/914 તથા ભારતીય દૂધવાસ કાઠમંડુ નેપાળ ના હેલ્પલાઇન નંબર +977-980 860 2881 અથવા +977-981 032 6134 પર સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!