HALVAD:હળવદ મોરબી ચોકડી પાસે વોટસેપ ગ્રુપમાં કેમ છો કહી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
HALVAD:હળવદ મોરબી ચોકડી પાસે વોટસેપ ગ્રુપમાં કેમ છો કહી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
હળવદ શહેરમાં આવેલ મોરબી ચોકડી પાસે લેક વ્યૂ હોટલ પાછળ આવેલ યુવકના રૂમ પર ત્રણ શખ્સો જઈને યુવકને કહેલ કે તમે સત્ય મેવ જયતે નામના વોટસેપ ગ્રુપમાં કેમ જોડાયેલા છો? તેમ કહી યુવકને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ દ્વારકા જીલ્લાના કાટકોલા ગામના વતની અને હાલ મોરબી ચોકડી પાસે લેક વ્યૂ હોટલ પાછળ રૂમ રાખીને રહેતા કેતનભાઈ દેવશીભાઇ સરસીયા (ઉ.વ.૧૯) એ આરોપી સંદિપસિંહ લીબોલા, ચિરાગ સિંહ રાજપૂત, તથા વિપુલ ઠાકોર હળવદ (ઓફિસ) રાણેકપર રોડ ધરતી કોમ્પલેક્ષ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ તમો સત્ય મેવ જયતે નામના વોટસેપ ગ્રુપમા કેમ જોડાયેલ છો ? તેમ કહી બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો આપી શરીરે ઢીકા પાટુનો તથા પટ્ટાથી માર મારી મુઢ ઇજા કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.