વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રજાજનોની લાગણી અને માંગણી મુજબના માર્ગો મંજુર કરવા બદલ ડાંગના પ્રજાજનો વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય વિજયભાઈ પટેલ…
ડાંગ જિલ્લાના અંતરિયાળ માર્ગોની જરૂરિયાતને ધ્યાને લેતા ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ફળદાયી રજુઆતનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિસાદ આપતા ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨૫/૨૬માં વધુ રૂ. ૩૪૬૭.૭૨ લાખના કુલ ૦૮ જેટલા માર્ગોના કામો માટે જોબ નંબર ફાળવ્યા છે. ધારાસભ્ય વિજયભાઈ પટેલે પ્રજાજનોની લાગણી અને માંગણી મુજબના ખૂબ જ જરૂરિયાતના આ માર્ગો મંજુર કરવા બદલ ડાંગના પ્રજાજનો વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે. જે માર્ગોને જોબ નંબર ફાળવવામાં આવ્યા છે તેમાં (૧) ઉમરપાડા-લહાનદબાસ-મોટીદબાસ રોડ, (૨) ધવલીદોડ-સેંદ્રીઆંબા રોડ, (૩) પાદલખડી-કિરલી-કાકડવિહિર રોડ, (૪) ડોન વી.એ રોડ, (૫) મહાલપાડા-ઈસદર રોડ, (૬) પીપલપાડા-મોહપાડા-સિનબંધ રોડ, (૭) કાકશાળા-નિશાણા રોડ અને (૮) નિશાણા-ચિમેર રોડનો સમાવેશ થાય છે.