અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
આરોગ્ય શાખા,જીલ્લા પંચાયત-અરવલ્લી દ્વારા તા.૧૧ સપ્ટેમ્બર-૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી.
રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ રાઉન્ડ તારીખ: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫ (ગુરુવાર) અને મોપ અપ રાઉન્ડ-૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫ (ગુરુવાર) અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પરમારના માર્ગદર્શન તેમજ આરસીએચઓ ડો.આશિષ નાયકની રાહબળી હેઠળ રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરવામાં આવી.
કૃમિ નાશક દિવસની ઉજવણી અંતર્ગત સમગ્ર જીલ્લાના ૧ વર્ષ થી ૧૯ વર્ષ ના કુલ અંદાજીત ૩.૧૭ લાખ થી વધુ શાળાએ જતાં અને શાળાએ ન જતાં બાળકોને શાળાઓ,આંગણવાડી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,પેટા આરોગ્ય કેન્દ્રમાં બાળ આરોગ્ય, બાળકોમાં લોહીની ઉણપમાં સુધારો અને પોષણ સ્થિતીની ગુણવત્તા સુધારવા માટે કૃમિ નાશક ગોળી (આલ્બેન્ડાઝોલ) ખવડાવવામાં આવી. તમામને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.કૃમિના ચેપથી બાળકના સ્વાસ્થ્ય પર અનેક હાનિકારક અસરો જોવા મળે છે. જેવી કે લોહીની ઉણપ (પાંડુરોગ), કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા,અને વજન ઓછું થવું. આ બધી હાનિકારક અસરોને નિયંત્રણમાં લેવા માટે વર્ષમાં બે વખત રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણીના ભાગ રૂપે બાળકોને કૃમિ નાશક ગોળી (આલ્બેન્ડાઝોલ) ખવડાવવામાં આવે છે.